Sunday, April 26, 2026

રાણીપમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગ, પહેલા એડ્રેસ પૂછ્યું અને પછી ચેઇન ખેંચી ભાગી ગયા

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ગુનાખોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. અવારનવાર ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. ચેઇન સ્નેચિંગનો આ બનાવ રાણીપ વિસ્તારમાં બન્યો, જ્યાં એક મહિલા પોતાના ઘરઆંગણે કચરો વાળી રહી હતી, ત્યારે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા અને એડ્રેસ પૂછવાના બહાને મહિલાની ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ફરાર થઈ ગયા.

મળતી માહિતી મુજબ, અમદાવાદના રાણીપમાં રહેતા રંજનબેન જૈને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ રોનક પાર્ક સોસાયટીમાં રહે છે અને હાઉસવાઈફ છે. 22 ઓક્ટોબરના રોજ તેઓ સવારે 7 વાગ્યે ઘરની બહાર કચરો વાળતા હતા. આ દરમિયાન એક બાઈક ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા. બંને વ્યક્તિઓ રંજનબેન પાસે ઉભા રહ્યા હતા અને મોબાઈલમાંથી જોઈને રંજનબેન સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળ બેઠેલા વ્યક્તિએ રંજનબેનના ગળામાં પહેરેલ સોનાની ચેન તોડી દીધી હતી અને બંને ચોરી કરીને ત્યાંથી નાસી ગયા હતા. રંજનબેને બૂમો પાડતા આસપાસના લોકો ભેગા થયા હતા. આ બનાવ અંગે રાણીપ પોલીસે બે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બંને આરોપીઓ બાઈક પર આવી ચેઈન સ્નેચિંગ કરતા અને ત્યારબાદ ઝડપથી ભાગી જતા દેખાઈ રહ્યા છે. સામે આવેલા સીસીટીવી વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ગલીમાં માત્ર મહિલા જ દેખાઈ રહી છે, જે ઘરના આંગણામાં કચરો વાળી રહી છે. અચાનક જ ત્યાં બાઇક પર બે અજાણ્યા શખ્સો આવી ગયા અને મહિલા સાથે એડ્રેસ પૂછવાના બહાને વાતચીત કરવા લાગ્યા. મહિલા તેમણે રસ્તો બતાવી રહી છે, પણ અચાનક જ એક વ્યક્તિએ તેના ગળામાંથી ચેઇન ખેંચી લીધી અને પછી બંને બાઇક લઈને ફરાર થઈ ગયા. મહિલા હાથમાં સાવરણી લઈને કેટલાક ફૂટ સુધી તેમની પાછળ દોડી પણ ખરી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...