Saturday, September 19, 2026

ISRO બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, IT સર્વરમાં આગ લાગતા અફરાતફરી, કોઈ જાનહાની નહીં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ISRO કેમ્પસમાં આજે એક મોટી ઘટના બની છે. કેમ્પસના IT સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, ISRO પરિસરના એક્ઝિટ ગેટ નજીક આવેલા આ બિલ્ડિંગના ઉપલા માળે આગની શરૂઆત થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ શહેરના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ISRO ના કેમ્પસમાં આવેલા આઈટી સર્વરના બિલ્ડિંગમાં આગ લાગી હતી. ISRO પરિસરના એક્ઝિટ ગેટ નજીક આવેલા આઈટી સર્વર બિલ્ડિંગના ઉપલા માળે આગની શરૂઆત થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ શહેરના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આગને કાબૂમાં લેવા માટે ચાર ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી ગયા હતા. ફાયર ફાઇટર્સે સમયસરની કાર્યવાહીથી ટૂંકા ગાળામાં જ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું સંભવિત કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આગના કારણે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે, જેમાં અનેક કમ્પ્યુટર અને કિંમતી ઉપકરણો નાશ પામ્યા છે. જે સર્વરોમાં આગ લાગી હતી તેમાં મહત્ત્વપૂર્ણ ડેટા હોવાનું કહેવાય છે. હાલમાં નુકસાનના ચોક્કસ પ્રમાણનું આકલન ચાલી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) ખાતે વર્ષ 2018માં પણ આવી જ એક ઘટના બની હતી. તે સમયે પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શંકા હતી. તે દુર્ઘટનામાં એન્ટેના ટેસ્ટ સુવિધામાં આગ લાગવાથી કેટલાક ખાસઉપકરણોને નુકસાન થયું હતું અને એક CISF ગાર્ડના શ્વાસમાં ધૂમાડો ઘૂસી જતાં તબિયત લથડી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...