Saturday, September 19, 2026

ગૃહિણીઓ ચેતજો ! ઘાટલોડિયામાં દવા નાખેલા તલ ખાઈ લેતા 22 વર્ષની યુવતીનું મોત

spot_img
Share

અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક વિચિત્ર બનાવ બનવા પામ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં એક યુવતીને ભૂખ લાગતા તલનો ડબ્બો હાથમાં લીધો હતો.ડબ્બામાંથી તલ ખાધા બાદ તેની તબિયત લથડી હતી.યુવતીના પરિવારજનોએ યુવતીને સારવાર માટે ખસેડી હતી. સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું છે.યુવતીના મોત અંગે તપાસમાં તલમાં અનાજ ન બગડે તેવી ઝેરી દવા નાખી હોવાના કારણે તેની તબિયત બગડ્યા બાદ મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યું હતું.આ મામલે ઘાટલોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી હિરાબાગ સોસાયટીમાં પુષ્પાબેન સુથાર રહે છે. તેમને સંતાનમાં 22 વર્ષીય પુત્રી દિશા સહિત ત્રણ સંતાનો છે. બનાવની વિગત એવી છે કે ગત તા. 25 ઓક્ટોબરે પુષ્પાબેનની પુત્રી દિશાને ભૂખ લાગતા રસોડામાં ગઈ હતી. દિશાએ રસોડામાં પડેલાં નાસ્તાના ડબ્બા ફેંદ્યા હતા. પરંતુ નાસ્તો ન મળતા તેણે તલ ભરેલો ડબ્બો લઈને થોડા તલ ખાધા પછી તેની તબિયત લથડી હતી અને ઊલટીઓ થવા લાગી હતી. દિશાની માતાને પુત્રીની તબિયત લથડી હોવાનું ધ્યાને આવતા રાતે પાડોશીની મદદ લીધી હતી. પાડોશીઓ ટૂ-વ્હીલર ઉપર દિશાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

દિશાની સારવાર ચાલી રહી હતી તે દરમિયાનમાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. દિશાએ જે તલ ખાધા હતા તેમાં અનાજ ના બગડે તેની દવા નાખી હતી. તે ઝેરી દવાની ગંભીર અસર દિશાને થતાં તેનું મોત નીપજ્યું છે. ઘાટલોડિયા પોલીસે દિશાના મોત મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે ખરેખર સમગ્ર ઘટનામાં હકીકત શું છે તે તપાસનો વિષય છે જેથી પોલીસે હાલ અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...