Saturday, April 25, 2026

PM મોદી એકતાનગરના પ્રવાસીઓને આપશે મોટી ભેટ, 25 નવી ઈ-બસોનું કરશે લોકાર્પણ

spot_img
Share

કેવડીયા : નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર તા.31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસર પર તા.31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી ૨૫ ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવશે. હાલ એકતા નગરમાં પહેલાથી જ 30 ઈ-બસો દોડતી હોવાથી હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને સેવામા કાર્યરત રહશે. આ તમામ ઈ-બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે, જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણમિત્ર બને.

ઉલ્લેખનીય છે કે, નવી ઉમેરાયેલી ઈ-બસો 9 મીટર લાંબી મિનિ એસી બસો છે, જે એક વખત ચાર્જ કર્યા પછી 180 કિલોમીટર સુધી દોડી શકે છે. દરેક બસમાં બે ઇમર્જન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી 4 પિન્ક બેઠક તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે.

એકતા નગરમાં ઈ-બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા સંચરિત થશે. વડાપ્રધાન મોદીની આ પહેલથી એકતા નગર ટકાઉ વિકાસ અને સ્માર્ટ ટૂરિઝમનું જીવંત મોડલ બની રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 5 જૂન 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકતા નગરને ભારતનું પ્રથમ ઈ-સિટી બનાવવાની જાહેરાત લીધી હતી તે બાદ વાહન વ્યવહારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા તબક્કાવાર રીતે કચેરીના ઉપયોગ માટે ઈ-કાર વાહનો, ઈ-રિક્ષા તેમજ 2 તબક્કામાં કુલ 55 ઈ- બસો પ્રવાસીઓ માટે સેવામાં મૂકીને પર્યાવરણ જાળવણી માટે આખા દેશને રાહ ચિંધી રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...