Saturday, September 19, 2026

ગોતામાં સ્પાઈડર મેનની જેમ ચોરી કરતો શખ્સ ઝડપાયો, એક જ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી થઈ હોવાથી ભેદ ખુલ્યો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના ગોતામાં આવેલા શ્રીફળ રેસિડેન્સીના ફ્લેટમાં દિવાળીની રજાઓમાં પરિવાર ફરવા ગયો હતો, ત્યારે ચોરે બંધ ફ્લેટમાં ઘૂસીને ચોરી કરી હતી. ચોરો ફ્લેટની સીડીમાં બાથરૂમના વેન્ટિલેશન પાસેના નાના દરવાજામાંથી એન્ટ્રી લઇને ઘરમાં ઘૂસ્યા હતા. જ્યાં ત્રણ મકાનમાંથી કુલ રૂ. 8.95 લાખની ચોરી કરી હતી. સોલા પોલીસે ફ્લેટમાં કામ કરનાર સફાઈકર્મી આરોપીને ઝડપી પાડી 6.34 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ ઊંઝાના ઉનાવાના અરવિંદભાઈ પટેલ ગોતા વંદેમાતરમ્ રોડ પર શ્રીફળ એપાર્ટમેન્ટમાં રહે છે અને જાસપુરમાં પેવર બ્લોક બનાવવાની ફેક્ટરી ધરાવે છે. દિવાળીનો તહેવાર હોવાથી અરવિંદભાઈ ગત તા.21મીએ પરિવારજનો સાથે વતન ઊંઝા ગયા હતા. 26મીએ પરત આવ્યા ત્યારે તેમના બાથરૂમનો દરવાજો ખૂલ્લો હતો અને તેના કાચ પણ કાઢી નાખવામાં આવ્યા હતા.

ઘરમાં તપાસ કરતા ચોર રૂ. 6.10 લાખની મતાના 122 ગ્રામ સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 7.06 લાખની મતા ચોરી ગયો હતો. આ સાથે ફ્લેટમાં ભાડે રહેતા પીન્ટુભાઈ ચૌધરીના ઘરેથી પણ કુલ 24 હજાર અને અન્ય મકાનમાંથી રૂ. 1.65 લાખની ચોરી થઈ હતી. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ કરતા કોઈ જાણભેદુ હોવાની થિયરી પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન નિયમિત સફાઈકામ કરવા માટે આવતો યુવક જ ચોર નીકળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સોલા પોલીસે સફાઈકર્મીની વિગતો મેળવીને ચાંદલોડિયા રેલવે ગરનાળા પાસેથી આરોપી અલ્પેશ (ઉ.21, રહે. રાણીપ)ને ઝડપી પાડી રૂ. 6.34 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ અને તેની સાથે બીજા કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં હાલ સોલા પોલીસે તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...