Monday, May 11, 2026

અમદાવાદવાસીઓ આનંદો! કાંકરિયામાં બોટ રાઇડિંગ ફરી શરૂ થશે, આ કંપનીઓને ફરી કોન્ટ્રાક્ટ આપી દેવાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાંકરિયા તળાવમાં ફરીથી બોટિંગ શરૂ કરવામાં આવશે. નગીનાવાડી પણ ફરીથી નાગરિકો માટે ખુલ્લુ કરવામાં આવશે. વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કાંકરિયાનું બોટિંગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. 1 નવેમ્બર બાદ આ બોટિંગ શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાંકરિયા તળાવમાં આવેલી નગીનાવાડીનો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ના ધોરણે વર્ષ 2003-04માં વિકાસ કરવામાં આવેલો અને તેમાં અલ્ટ્રા ફાસ્ટ મ્યુઝીકલ ફાઉન્ટે વીથ રંગીન લેશર શો, બોટીંગની સુવિધા સાથે શરૂ કરવામાં આવી હતી. બગીચાની જાળવણી, લાઈટ ખર્ચ, સીકયુરીટી ખર્ચ અને મરામત અને નિભાવ ખર્ચની સંપુર્ણ જવાબદારી એજન્સીની રહેશે તે શરતો મુજબ આ કામગીરી કરવામાં આવેલી હતી. કાંકરિયામાં જાહેર જનતા માટે મ્યુઝીકલ ફાઉન્ટેનનું નવુ આકર્ષણ શરૂ કર્યું હતું.એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે કાંકરિયા તળાવ ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન અને લેસર શો પણ આગામી અઠવાડિયામાં ફરી શરૂ થશે.

વડોદરાના હરણી બોટકાંડ પછી રાજ્યમાં બોટિંગની તમામ સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. હવે આ બોટિંગ આમ્રપાલી ઇન્ડ લિમિટેડ દ્વારા ફરી શરૂ કરવામાં આવશે. આ કંપનીના કોન્ટ્રાક્ટને 1.5 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે અને નવા નિયમો મુજબ તમામ લાયસન્સ પ્રાપ્ત થયા છે.2004 થી અત્યાર સુધી નગીનાવાડી અને મ્યુઝીકલ ફાઉન્ટેનમાં 63.61 લાખ મુલાકાતીઓ આવ્યા. અલગ-અલગ પ્રકારની 10 બોટ્સમાં કુલ 86.30 લાખ લોકોનો આનંદ લેવાયો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂ. 7.17 કરોડની આવક થઇ.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...