Saturday, September 19, 2026

પથરીના દર્દીઓ માટે ખુશીના સમાચાર, હવે સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના થશે સારવાર, 11 માસમાં 700 દર્દીઓની સારવાર

spot_img
Share

અમદાવાદ : પથરીના દર્દથી પીડાતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યાં છે. જો તમને પથરી થઈ છે અને મોટી વાઢકાપવાળી સર્જરી કરીને જ કાઢવી પડશે, એવું કોઈ કહે તો થંભી જજો. કારક કે, હવે તેનો હલ આવી ગયો છે. જો પથરી થાય તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં ડૉક્ટરને જરૂરથી બતાવજો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે કોઈ પણ પ્રકારના વાઢકાપ વિના લિથોટ્રીપ્સી ટ્રીટમેન્ટ દ્વારા પથરી કાઢવામાં આવે છે. જે સંપુર્ણપણે પેઇનલેસ પણ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલના યુરોલૉજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહે આ અંગે જણાવ્યું કે, લીથોટ્રીપ્સીમાં હાઈ એનર્જી સાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરીને કિડની કે મૂત્રમાર્ગની પથરીને તોડી દેવામાં આવે છે. આ 700 દર્દીઓમાંથી 82% દર્દીઓમાં પહેલા પ્રયાસે જ પથરી દૂર થઈ હતી, જ્યારે 15.25% કિસ્સામાં બે વાર સારવારની જરૂર પડી હતી. આ સફળતામાં 3 વર્ષના નાના બાળકથી લઈને 81 વર્ષના વૃદ્ધ સુધીના દર્દીઓ હતા. આ દર્દીઓમાં 497 પુરુષ અને 203 સ્ત્રી દર્દીઓ હતા. જોકે, 15 મિલીમીટરથી વધુ સાઇઝની મોટી પથરી ધરાવતા 192 દર્દીઓને પણ આ પદ્ધતિથી રાહત મળી છે.

ડૉક્ટર શ્રેણિક શાહે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ 700 દર્દીઓમાંથી 82 ટકા દર્દીઓમાં પ્રથમ પ્રયાસે જ સંપૂર્ણપણે પથરી દૂર થઇ હતી જ્યારે 15.25% કિસ્સામાં બેવાર લિથોટ્રીપ્સી કરી પથરી દૂર કરવામાં આવી હતી. જેમાં 3 વર્ષથી લઇ 81 વર્ષ સુધીના દર્દીઓની પથરીની તકલીફ દૂર કરાઈ હતી. આ 700 દર્દીઓમાં 497 પુરુષ દર્દી તેમજ 203 સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 185 દર્દીઓમાં 10 mm (મિલીમીટર) સાઇઝની, 323 દર્દીઓમાં પથરીની સાઇઝ 10થી 15 mm તેમજ 192 દર્દીઓ એવા હતા જેમની પથરીની સાઇઝ 15 mm કરતાં પણ વધારે હતી. કુલ 700 દર્દીઓમાંથી 522 દર્દીઓમાં પથરી કિડનીમાં હતી, જ્યારે 178 દર્દીમાં પથરી મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...