Saturday, September 19, 2026

ખુદ કૃષ્ણ બન્યા તારણહાર ! ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મમાં શું છે ખાસ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાતી સિનેમા માટે આ વર્ષ ખરેખર ખાસ રહ્યું છે. ‘લાલો’ ફિલ્મે બૉક્સ ઑફિસ પર જે ધમાકો કર્યો છે એ અભૂતપૂર્વ છે. 10 ઑક્ટોબર, શુક્રવારના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતમાં ભલે ધીમી ગતિ પર આગળ વધી હોય, પરંતુ ધીમે ધીમે તેણે દર્શકોનાં દિલ જીતી લીધાં અને હવે એ રેકોર્ડ તોડી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત 10 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે’એ બોક્સ ઓફિસ પર તહલકો મચાવી દીધો છે. ધીમી શરૂઆત કરનારી આ ફિલ્મે દિવાળી પછી રોકેટ ગતિએ આગળ વધીને 26 દિવસમાં 8.50 કરોડ+ અને વર્લ્ડવાઇડ ગ્રોસ 10 કરોડ+ કમાણી કરી લીધી છે. ફિલ્મનું બજેટ આશરે સવાથી દોઢ કરોડ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, એટલે કે તે અત્યારથી જ સુપરહિટ સાબિત થઈ ચૂકી છે., અને ‘ચણિયા ટોળી’ (18 કરોડ)નો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. દર્શકો થિયેટરમાંથી બહાર આવીને ‘જય દ્વારકાધીશ’ બોલી રહ્યા છે, અને સોશિયલ મીડિયા પર રિલ્સ પણ વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મે પહેલા દિવસે માત્ર 2 લાખ કમાયા હતા, અને પહેલા 18 દિવસ સુધી કલેક્શન 5 લાખથી નીચે રહ્યું. પરંતુ દિવાળી પછી દર્શકોના મોઢેથી મોઢા પ્રચારથી ફિલ્મે ધમાકો કર્યો. 19મા દિવસે પહેલીવાર 10 લાખ પાર, અને મંગળવારે 2 કરોડનો આંકડો પાર કર્યો. બુકમાયશો પર છેલ્લા 24 કલાકમાં 39 હજાર ટિકિટ વેચાઈ, જે આયુષ્માનની ‘થામા’ (36 હજાર) કરતાં વધુ છે. પરેશ રાવલની ‘ધ તાજ સ્ટોરી’ને પણ પાછળ છોડી.

ફિલ્મની સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે. એક રિક્ષા ચાલક યુવક દારૂ-ખરાબ સંગતમાં ફસાય છે, ત્યારે કૃષ્ણ ભગવાન તેને સુધારવા આવે છે. શૂટિંગ જૂનાગઢના ભવનાથ, ગિરનાર, દામોદર કુંડ અને નરસિંહ મહેતાના ચોરામાં થયું છે. દર્શકો કહે છે: “આવી ફિલ્મ ક્યારેય જોઈ નથી, જૂનાગઢની ભૂમિ-સંસ્કૃતિ જીવંત થઈ.” થિયેટરમાંથી બહાર આવીને ‘જય દ્વારકાધીશ’ બોલે છે.

સોશિયલ મીડિયા પર રિલ્સ વાયરલ: દર્શકો કહે છે, “જૂનાગઢની સંસ્કૃતિ જીવંત થઈ, થિયેટરમાંથી બહાર આવીને ‘જય દ્વારકાધીશ’ બોલાવ્યું.” ફિલ્મને લઈને ગુજરાતીઓમાં ક્રેઝ વધ્યો,”ગુજરાતી ફિલ્મો માટે આ અભૂતપૂર્વ છે મોઢેથી મોઢા પ્રચારથી ધમાકો કહેવાય રહ્યુ છે.”

ફિલ્મનું બજેટ 1.5 કરોડ હતું, જે 26 દિવસમાં 4 ગણો નફો કમાઈ ચૂકી છે. વર્લ્ડવાઇડ ગ્રોસ 10 કરોડ+ પાર. ‘ચણિયા ટોળી’ (18 કરોડ)નો રેકોર્ડ તોડવાની નજીક છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...