Saturday, April 25, 2026

અમદાવાદમાં રિનોવેટ નવી બાલવાટિકાની એક મહિનામાં બે લાખ લોકોએ લીધી મુલાકાત, AMC એ કરી કમાણી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે રિનોવેટ થયેલી બાલવાટિકા ફન કાર્નિવલ બાળકો અને તેમની સાથે માતા-પિતાને આકર્ષવામાં સફળ થયું છે. ફક્ત ઓક્ટોબરમાં જ લગભગ 2.75 લાખ મુલાકાતીઓ આવ્યા હતા અને અમદાવાદ મહાનગરપાલિકાને સારી આવક પણ થઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કાંકરિયા તળાવ ખાતે બાલવાટિકા, એક ઐતિહાસિક ચિલ્ડ્રન પાર્ક, મૂળરૂપે 1956માં સ્થપાયેલ અને તાજેતરમાં જ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ અપગ્રેડ કરવામાં આવ્યું હતું, આ વર્ષની શરૂઆતમાં સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર અને વિવિધ સાહસિક રાઇડ્સ જેવી આકર્ષક નવી સુવિધાઓ સાથે તેના દરવાજા ફરીથી ખોલવામાં આવ્યા હતા. વર્ષો જૂનો કાંકરિયાની ઓળખસમો બાલવાટિકા ચિલ્ડ્રન્સ પાર્ક તાજેતરમાં PPP મોડેલ હેઠળ રિનોવેટ થયો હતો, જેમાં ઘણા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. આ પાર્કની મુલાકાત એક મહિનાના 28 વર્કિંગ ડેઝમાં કુલ, 2,74,849 મુલાકાતીઓએ લીધી હતી એટલે કે રોજના 9,816 જણ પાર્કમાં આવ્યા હતા.

દિવાળી પછીના સમયગાળા દરમિયાન 21 થી 26 ઓક્ટોબર દરમિયાન દૈનિક મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો હતો. આ વર્ષે 20 ઓક્ટોબરે દિવાળી હતી, ત્યારબાદ આગામી છ દિવસોમાં મુલાકાતીઓની સંખ્યા 20,000 ને વટાવી ગઈ હતી. 25ઓક્ટોબર, શનિવારનો દિવસ હતો, જ્યારે 32,367 લોકો અહીં આવ્યા હતા.

આ મુલાકાતીઓએ પાલિકાને કુલ રૂ. 84.51 લાખની કમાણી કરાવી છે, જેમાંથી અમુક રકમ ભાડાપેટે પણ પાલિકાને મળી હતી.દરમિયાન, કાંકરિયા લેકફ્રન્ટમાં 6.52 લાખ લોકો આવ્યા હતા, જેણે રૂ.59.96 લાખની થઈ કિડ્સ સિટીમાં 5277 મુલાકાતીઓ આવ્યા હતા, જેણે રૂ. 3.79 લાખ, જ્યારે લેકફ્રન્ટ ટ્રેનમાં 61305 મુસાફરોએ સફર કરી રૂ. 15.08 લાખની આવક પાલિકાને કરાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...