Friday, July 24, 2026

અમદાવાદમાં 13 વર્ષની સગીરા પર ડિલિવરી બોયએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદથી ખળભળાટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર સગીરાની સુરક્ષા પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરા પર ડિલિવરી બોયે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પરિવારે ફરિયાદ નોંધાવતા જ આરોપી ઉજ્જૈન ભાગી ગયો હતો, જેને પરત ફરતા જ ચાંદખેડા પોલીસે દબોચી લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જય પરમાર નામનો આરોપી ડિલિવરી બોય તરીકે કામ કરે છે અને અવારનવાર સગીરાની સોસાયટીમાં ડિલિવરી આપવા માટે આવતો હતો. આ દરમિયાન તેની નજર સગીરા પર પડી હતી.આરોપી જય પરમારે સગીરાનો સંપર્ક કરવા માટે એક કાગળમાં પોતાનો મોબાઇલ નંબર લખીને આપ્યો હતો. ત્યારબાદ સગીરા અને આરોપી સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા અને વાતચીત કરવા લાગ્યા હતા.

એક દિવસ સગીરા ઘરેથી કોઈક બહાનું કાઢીને આરોપી જયને મળવા માટે જતી રહી હતી. આરોપી સગીરાને રિક્ષામાં બેસાડી મહેમદપુર વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ સગીરાએ હિંમતભેર સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને જણાવી હતી. આ સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાત્કાલિક ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી જય પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદની ગંધ આવી જતાં આરોપી જય અમદાવાદ છોડીને ઉજ્જૈન ભાગી ગયો હતો. જોકે, ચાંદખેડા પોલીસે તપાસના ચક્રો ગતિમાન રાખ્યા હતા. જેવો આરોપી ઉજ્જૈનથી પરત ફર્યો, પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...