Saturday, April 25, 2026

નવા વર્ષે અમદાવાદને મળશે નવું નજરાણું, ઇતિહાસ અને વિકાસની ઝલક દર્શાવતું લિનિયર ગાર્ડન ખુલ્લુ મુકાશે

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર રૂ.12 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે ગાર્ડન. રિવરફ્રન્ટ પર એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે એક કિલોમીટર લાંબુ લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આ બગીચો માત્ર હરવા-ફરવાનું સ્થળ નથી, પરંતુ અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર પણ છે. અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા PPP મોડેલ પર વિકસાવાયેલું આ લીનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં જ શહેરીજનો માટે ખુલ્લું મૂકાશે. આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક-વ્યવસ્થા છે, સાથોસાથ બાળકોના રમવા માટેની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે. ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક તો વધશે જ, સાથે સાથે અમદાવાદવાસીઓને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પણ પૂરું પાડશે.

રિવરફ્રન્ટ પર બનેલા આ લીનિયર ગાર્ડનને લઈને અમદાવાદવાસીઓમાં ખૂબ ઉત્સાહ છે. નાગરિકો આને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે. આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે. આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વધશે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે.લીનિયર ગાર્ડન રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓના આનંદમાં વૃદ્ધિ કરશે, તે નક્કી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...