Monday, January 19, 2026

ગુજરાત પોલીસમાં 14,507 જગ્યાઓ માટે આવી રહી છે ભરતી, હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

spot_img
Share

ગાંધીનગર : ગુજરાતના યુવાનો માટે આજનો દિવસ ‘ડબલ ધમાકા’ સમાન સાબિત થયો છે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં જ્યાં એક તરફ 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા, ત્યાં બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવિષ્ય માટે એક મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે રાજ્યના પોલીસ વિભાગમાં આગામી સમયમાં 14,507 જેટલી જંગી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, જે યુવાનો અત્યારે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યાં છે, તેમના માટે આ ઉત્તમ તક છે. ભરતી માટે સારામાં સારી વ્યવસ્થાઓ, ઝડપથી પરીક્ષા યોજાય તેવી વ્યવસ્થાઓ, સારી રીતે પરીક્ષા થઈ શકે, હકદારોની નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. વધુમાં કહ્યું કે, રાજ્યમાં સફળતા પૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના નિમણૂક પત્ર પણ ઝડપથી આપવામાં આવે છે.

ખાસ કરીને વાત કરવામાં આવે છે, છેલ્લી ભરતીમાં 12500 યુવાનોએ પરીક્ષા પાસ કરી છે અને તેઓ હવે નિમણૂકપત્ર એનાયત કરવામાં આવશે તેવી પણ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખયની છે કે, રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન 4,473 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...