Saturday, January 17, 2026

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સને લઇ મોટા સમાચાર, યજમાની મળશે તો આતશબાજી કરવાની તૈયારી

spot_img
Share

અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.કોમનવેલ્થ ગેમ્સ–2030નું આયોજન અમદાવાદમાં કરાવવા માટે રાજ્ય સરકારે તૈયારી તેજ કરી છે.જેમાં રાજ્ય સરકાર અને AMC અધિકારીઓ સ્કોટલેન્ડ જવા રવાના થઈ ગઈ છે.જેમાં 2030માં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 24 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે કોમનવેલ્થ સ્પોર્ટસની જનરલ એસેમ્બલી મળનારી છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સ- 2030નું અમદાવાદ ખાતે આયોજન કરવા માટે ગેમ્સ પ્રપોઝલનું પ્રેઝન્ટેશન કરવામાં આવનાર છે. પ્રેઝન્ટેશન પછી જનરલ એસેમ્બલી દ્વારા મતદાન કરવામાં આવશે અને અમદાવાદને યજમાન શહેર તરીકે પૃષ્ટી આપતો હોસ્ટ કોલબ્રેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા 24થી 27 નવેમ્બર દરમિયાન ડેપ્યુટી સી.એમ. હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી જયરામ ગામીત, સ્પોર્ટસના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિની કુમાર અને અમદાવાદ મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીને ગ્લાસગો મોકલવા મંજુરી આપી છે.

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ-2030 યોજાશે તે લગભગ નકકી છે. આમ છતાં ગ્લાસગો ,સ્કોટલેન્ડ ખાતે 24 થી 27નવેમ્બર દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં 26 નવેમ્બર-૨૫ના રોજ અંતિમ નિર્ણયની જાહેરાત થવાની સંભાવના વ્યકત કરાઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોમવેલ્થ-2030 ની યજમાની કરવાની તક મળશે તો રિવરફ્રન્ટ ખાતે ભવ્ય આતશબાજી કરવામા આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે તાકીદનું કામ મુકવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિ. કમિશનરને ગ્સાસગો ખાતે મોકલવા તથા તે અંગે આનુષાંગિક ખર્ચ મ્યુનિ. કોર્પોરેશને ભોગવવા તેમજ જરૂરી કાર્યવાહી કરવા માટેની સત્તા મ્યુનિ. કમિશનરને આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે.

અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનશે.નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે.કોમનવેલ્થ ગેમ્સ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ સંકેત આપ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...