Saturday, April 25, 2026

સોલા બ્રિજ પાસેનો બનાવ, 3 વર્ષના દીકરા સાથે માતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પોતાના ત્રણ વર્ષના પુત્ર સાથે બ્રિજ પરથી રેલવે ટ્રેક પર ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર બનાવ અંગે પતિ અને સાસરિયા પક્ષ સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આત્મહત્યાના મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સોલા બ્રિજ પરની રેલવે ટ્રેક પર પરિણીતાએ તેના ત્રણ વર્ષના બાળક સાથે પડતું મૂકીને મોતને વ્હાલુ કર્યું હતું. આત્મહત્યાના બનાવ મામલે મૃતકના પરિવારે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વિરમગામમાં રહેતા અંબારામભાઈ સોલંકીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2016માં તેમની દીકરી મીતાના હસમુખ મકવાણા નામના યુવક સાથે લગ્ન કરાવ્યા હતા.હસમુખ સોલા બ્રિજ નીચે છાપરામાં રહે છે.હસમુખ અને મિતાને ત્રણ વર્ષનો એક બાળક પણ છે.લગ્ન થયા ત્યારથી હસમુખ મીતા ઉપર શક રાખીને મારઝૂડ કરતો અને ત્રાસ પણ આપતો હતો.હસમુખના માતા શારદાબેન અને પિતા કનુભાઈ પણ મિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.

મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, અમારી દીકરી જ્યાં ઘરે આવતી ત્યારે સાસરિયા દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું જણાવતી હતી અને સાસરિયા વાળા તેને એમ કહેતા કે, ‘તું જોઈતી નથી, મરી જા…’ અંતે આ બધાથી કંટાળીને તેને ગત 21 નવેમ્બરના રોજ આપઘાત કર્યો હતો. પોલીસે મૃતકના પતિ અને સાસરિયા પક્ષ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...