Saturday, April 25, 2026

અમદાવાદમાં કરુણ ઘટના: ચાંદખેડામાં ત્રીજા માળેથી કૂદી મહિલાએ આપઘાત કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આત્મહત્યાના બનાવમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ જોતાં સ્પષ્ટપણે લાગે છે કે શહેરમાં દરેક વોર્ડ દીઠ મનોવૈજ્ઞાનિકો જાણે નીમવા પડે તેવી સ્થિતિ છે. અમદાવાદમાં ચાંદખેડામાં એક પરીણિત મહિલાએ આત્મહત્યા કરતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડામાં આવેલા દિવાળી હોમ્સમાં રહેતી મૈત્રી શ્રીમાળી નામની મહિલાએ બે દિવસ અગાઉ ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં જ આસપાસના લોકો સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા, જોકે ગંભીર ઈજા થતાં મહિલાનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. મહિલાના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મહિલા પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નહોતી, જેથી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

ચાંદખેડા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવતા હતા તે પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૈત્રીના થોડા વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેના પ્રેમલગ્ન થયા હોવા છતાં પણ તેનો પતિ સાથે મનમેળ ન હતો, તેના કારણે તે પિયરમાં ગઈ હતી. તેના સંબંધો સુધરતા તે પતિના ઘરે પરત પણ ફરી હતી. તેમને બે વર્ષનું એક બાળક પણ છે.

જો કે પોલીસને મહિલા પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી અને મહિલાએ કયા કારણથી આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી. આના પગલે હાલમાં ચાંદખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ માટે મૃતકનો મોબાઇલ ફોન કબ્જે લઈને પોલીસે ફોરેન્સિક તપાસમાં મોકલી આપ્યો છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...