Saturday, April 25, 2026

અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ

spot_img
Share

અમદાવાદ : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક પગથિયું ઉપર ચડ્યો છે. પ્રોજેક્ટનો 11મો 70 મીટર લાંબો સ્ટીલ બ્રિજ અમદાવાદ જિલ્લામાં કેડિલા ફ્લાયઓવર પર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનુસાર, આ 670 મેટ્રિક ટન સ્ટીલ બ્રિજ ભારતીય રેલવેના અમદાવાદ-મુંબઈ ટ્રેકની સમાંતર સ્થિત છે. આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. જેને ગુજરાતના નવસારીમાં એક વર્કશોપમાં ડિઝાઇન કરાયો હતો. ત્યાર પછી હેવી-ડ્યુટી ટ્રેલરનો ઉપયોગ કરીને તેને સાઇટ પર લઈ જવામાં આવ્યો હતો.

આ સ્ટીલ બ્રિજ કેડિલા ફ્લાયઓવર અને ભારતીય રેલવે ટ્રેક નજીક ખાસ ડિઝાઇન કરેલા સ્ટીલ સ્ટેજીંગ પર બનાવાયો હતો, જે જમીનથી 16.5 મીટર ઉપર છે. આ સ્ટીલ બ્રિજ આશરે 29,300 ટોર્ક-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટ્સથી બનાવવામાં આવ્યો છે અને ટકાઉપણું વધારવા માટે C5 સિસ્ટમ પેઇન્ટિંગથી કોટેડ કરાયો છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીલ પુલ બનાવવાની યોજના છે. તેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં બનાવવામાં આવી રહ્યા છે. આ સ્ટીલ પુલ ખાસ કરીને બુલેટ ટ્રેન કોરિડોરને રેલ્વે ટ્રેક, નદીઓ અને હાઇવે પરથી પસાર થવા દેવા માટે બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો 2027માં શરૂ થવાની સંભાવના છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...