Wednesday, January 21, 2026

અમદાવાદીઓને સેલ્યુટ, દધીચિ બ્રિજ પર આત્મહત્યા કરવા રેલીગ પર ચઢેલા યુવકને બચાવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના દધીચિ બ્રિજ પરથી કૂદીને જીવનનો અંત લાવવાનો પ્રયાસ કરનાર એક યુવાનને મંગળવારેનો દિલધડક બચાવ કરી લેવાયો, યુવક બ્રિજની પાળી પર લગાવેલી જાળી ક્રોસ કરી નદીમાં કૂદવા જ જતો હતો. આ દરમિયાન હાજર લોકોએ તેને પકડી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી, જોકે ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં ત્યાંથી પસાર થતા એક JCBને હાજર લોકોએ બ્રિજની નજીક લાવી તેના પર ચડીને યુવકને ઉપર ખેંચી બચાવી લીધો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જુના વાડજ વિસ્તારમાં સાબરમતી નદી પર આવેલા દધીચિબ્રિજ ઉપર ગઈકાલે રાત્રે 8:45 વાગ્યાની આસપાસ એક યુવક બ્રિજની રેલિંગ ઉપર ચડીને બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરવા જતો હતો. આ દરમિયાન બ્રિજ ઉપરથી પસાર થતા લોકોએ તે યુવકને તરત જ પકડી લીધો હતો.જોકે, તે છૂટવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

આ દરમિયાન જ રાહદારીઓ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયરબ્રિગેડની ટીમને સ્થળ પર પહોંચવામાં મોડું થતાં રસ્તા પરથી પસાર થઈ રહેલા જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. જેસીબીની મદદથી યુવકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાર યુવકો જેસીબી મશીન પર ચડી જાય છે અને યુવકને નીચે પડતાં રોકે છે.

અમદાવાદીઓ લોકોને મદદ કરવામાં હરહંમેશ આગળ હોય છે તે આ ઘટનાએ ફરી સાબિત કરી બતાવ્યું છે. આ યુવકને સહીસલામત રીતે બહાર કાઢી તેને નવું જીવન આપવામાં આવ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...