Friday, April 24, 2026

અમદાવાદમાં વગર વરસાદે AMTS બસ ખાડામાં ફસાઈ, સદનસીબે જાનહાનિ ટળી

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ખાતે એક વિચિત્ર ઘટના બની છે. શહેરમાં વગર ચોમાસે AMTS બસ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં જ ફસાઈ ગઈ હતી. ‘ જે ખાડો ખોદે તે જ તેમાં પડે’ જેવો ઘાટ આ ઘટનામાં સર્જાયો હતો. AMC દ્વારા કોઈ કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડા પર યોગ્ય બેરિકેડિંગ કે માર્ગદર્શનના અભાવે આ અકસ્માત થયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પૂર્વમાં ઓઢવમાં ચાર રસ્તા પર AMTS બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના AMC ના અણધાર્યા ખોદકામના પરિણામે બની હતી, જેના કારણે રસ્તા પર ખાડો થઈ ગયો અને AMTS ની બસ તેમાં ફસાઈ ગઈ હતી. બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. AMC દ્વારા કોઈ કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડા પર યોગ્ય બેરિકેડિંગ કે માર્ગદર્શનના અભાવે આ અકસ્માત થયો હતો.

આ ઘટનાથી ઓઢવનો મુખ્ય ચાર રસ્તો લગભગ ત્રણ કલાક સુધી પૂર્ણપણે બંધ રહ્યો. વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી અને લોકોએ ગંતવ્ય સુધી પહોંચવા વૈકલ્પિક રસ્તાઓનો સહારો લીધો. ટ્રાફિક પોલીસે મોડેથી પહોંચીને વ્યવસ્થા સંભાળી ત્યાર બાદ AMTS બસને બહાર કાઢી, જેમાં બસનું આગળનું એક્સલ અને ચેસિસને ભારે નુકસાન થયું છે.

સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સીવરનું કામ ચાલે છે, પણ રાત્રે ખોદીને જેમ તેમ પુરાણ કરી દેવામાં આવે છે અથવા સવારે ખાડા ખુલ્લા છોડી દે છે. આજે બસ ફસાઈ, કાલે કોઈનો જીવ જઈ શકે.”

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...