Wednesday, May 20, 2026

અમદાવાદ પોલીસની ‘મેગા ડ્રાઇવ’, SG હાઇવે પર નિયમભંગ કરનાર 300થી વધુ વાહનચાલકોને ફટકારાયો દંડ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરના વ્યસ્ત એસ.જી. હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિકજામની કાયમી સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ‘મેગા ડ્રાઇવ’ હાથ ધરવામાં આવી હતી. આ પકવાન ચાર રસ્તાથી લઈને વૈષ્ણોદેવી સર્કલ સુધીના સર્વિસ રોડ અને હાઈવેના પટ્ટા પર યોજવામાં આવી હતી. જેમાં 20 જેટલી જાણીતી હોટલોને નોટિસ આપવામાં આવી છે તથા વાહનચાલકોને દંડ ફટકારાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ‘મેગા ડ્રાઇવ’માં ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું હતું. સર્વિસ રોડ પર અડચણરૂપ રીતે પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. હાઈવે પર જીવના જોખમે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને અટકાવી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઝુંબેશ દરમિયાન પોલીસે કુલ 300થી વધુ વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. પોતાના ગ્રાહકોના વાહનો રોડ પર પાર્ક કરાવતી અંદાજે 20 જેટલી જાણીતી હોટલોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. સાથે સાથે AMCની ટીમ સાથે મળીને સર્વિસ રોડ પર કબ્જો જમાવીને બેઠેલા લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. વી. વિંછીએ આ કાર્યવાહી અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “એસ.જી. હાઈવેને ટ્રાફિકજામ મુક્ત બનાવવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે વધારાનો પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. નિયમભંગ કરનાર સામે સ્થળ પર જ દંડ અને જરૂર પડ્યે વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે”. આ કામગીરીથી હાઈવે પર વાહનોની અવરજવર વધુ સુગમ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી વચ્ચે બીજી તરફ અમદાવાદ શહેરમાં અંજલી ચાર રસ્તા પાસે એક મહિલાએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. જેથી ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મીએ મહિલાની પૂછપરછ કરી હતી. આ દરમિયાન મહિલા અને પોલીસ કર્મી વચ્ચે રકઝક થઈ હતી. જેમાં મહિલાએ અભદ્ર ભાષાનો પ્રયોગ શરૂ કર્યો હતો. પરિણામે ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ મહિલાને લાફો મારી દીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...