Saturday, September 19, 2026

માઉન્ટ આબુ ફરવા ગયેલા અમદાવાદીઓની બસ પલટી, ઘટનાસ્થળે ચીસાચીસ, 24 મુસાફરો ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : રાજસ્થાનના માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓ અકસ્માત નડ્યો હતો. રવિવારે (21મી ડિસેમ્બર) સવારે માઉન્ટ આબુના જોખમી વળાંકો ઉતરી રહેલી એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 24થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ વિસ્તારમાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બસ જ્યારે પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક બસચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સંભવિત રીતે બસની બ્રેક ફેઈલ થઈ જવાને કારણે ચાલક બસને નિયંત્રિત કરી શક્યો નહોતો અને બસ માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાની સાથે જ બસમાં સવાર મુસાફરોની ચીસાચીસથી પહાડીઓ ગુંજી ઉઠી હતી.

આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 24થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું અને પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાંની સાથે જ સદર પોલીસ સ્ટેશન અને છીપા બેરી ચોકીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ટ્રોમા સેન્ટર અને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. વિગતો અનુસાર, આ બસ અમદાવાદ કોઈ ખાનગી કંપનીના કર્મચારીઓને લઈને માઉન્ટ આબુ ફરવા ગઈ હતી અને પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો. હાલમાં તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સામાન્ય હોવાની વિગતો મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...