Friday, September 18, 2026

SG હાઈવે પર આ સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

spot_img
Share

અમદાવાદ : શહેરના ટ્રાફિકને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. શહેરના વ્યસ્ત એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફના છેડે સર્વિસ રોડને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ખાનગી વીજ કંપની દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ખોદકામના કારણે આ સર્વિસ રોડને 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે રોજિંદા મુસાફરોને થોડા દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો સહારો લેવો પડશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પકવાન બ્રિજના ગુરુદ્વારા છેડે અનામિક હાઈટથી ઈડન હોટલની વચ્ચે ડિવાઈડરની પાસે ખાનગી વીજ કંપની દ્વારા કેબલ નાખવાની કામગીરી હાથ ધરવાની છે. આ કામ સલામત રીતે અને વિઘ્ન વિના પૂર્ણ થાય તે માટે 22 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર 2025ની રાત્રે 12 વાગ્યા સુધી આ એકતરફી સર્વિસ રોડ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શહેરમાં પહેલેથી જ વિવિધ વિકાસકામો, મેટ્રો પ્રોજેક્ટ અને રોડ રીડેવલપમેન્ટના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. તેવામાં એસજી હાઈવે જેવા મુખ્ય માર્ગ પર સર્વિસ રોડ બંધ થવાથી વાહનચાલકો માટે થોડી અસુવિધા ઊભી થવાની શક્યતા છે. જોકે ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય આયોજન સાથે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે, જેથી ટ્રાફિકનું ભારણ સંતુલિત રાખી શકાય.

ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ જણાવવામાં આવ્યો છે. જેમાં પકવાન બ્રિજ તરફથી આતો ટ્રાફિક થલતેજ અંડરપાસ તઈને ગોતા ગાંધીનગર તરફ જઈ શકશે. જ્યારે પકવાન બ્રિજની નીચેથી આવતો ટ્રાફિક પકવાન બ્રિજના ગુરુદ્વારાના છેડેથી બંધ માર્ગની બાજુમાં સર્વિસ રોડનો ઉપયોગ કરીને થલતેજ-ગાંધીનગર જઈ શકશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...