Friday, April 24, 2026

AMCનો કડક નિર્ણય: બિલ્ડિંગ-કોમ્પ્લેક્સની બહાર વાહન પાર્ક કર્યું તો લોક થઈ જશે, પણ જયાં પાર્કિંગની જગ્યા જ નથી ત્યાં શું ?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યાને લઈ કડક નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે. શહેરમાં તમામ મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે. કોમ્પ્લેક્સની બહાર રોડ કે ફૂટપાથ ઉપર ક્યાંય પણ પાર્કિંગ કરવાનું રહેશે નહીં. જ્યાં કોમ્પ્લેક્સની માર્જિનની જગ્યા છે, ત્યાં કોઈપણ પ્રકારનું દબાણ કરવાનું રહેશે નહીં. જો કોઈપણ જગ્યાએ આવું વાહનનું કે અન્ય દબાણ જોવા મળશે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ટ્રાફિક પોલીસ સાથે મળીને વાહન તેમજ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરશે.

એસ્ટેટ વિભાગે જણાવ્યું કે, શહેરમાં મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત કરાવવામાં આવતું નથી. નાગરિકો દ્વારા વાહનો જાહેર ટી.પી.રસ્તા પર પાર્કિંગ કરી જાહેર જનતાને અવર-જવરમાં મુશ્કેલી ઉભી કરવામાં આવે છે અને ટ્રાફિકનું સરળ નિયમન થઈ શકતું નથી. જેને લીધે શહેરમાં વધતા ટ્રાફિકની તથા ગેરકાયદેસર થતા પાર્કિંગની સમસ્યા ઉભી થાય છે. તમામ વાણિજ્ય-રહેણાંક વિસ્તારમાં આવેલી બિલ્ડિંગો અને જગ્યામાં નીતિ-નિયમો અનુસાર વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે પ્લોટ-પ્રિમાઈસીસની અંદર કરાવવુ તેમજ પાર્કિંગ અંગેના જરૂરી સાઈનેજીસ, પાર્કિંગના પટ્ટા લગાવવા તથા પાર્કિંગનું સંચાલન થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

બિલ્ડિંગ પ્રિમાઈસિસ બહાર મ્યુનિસિપલ રસ્તા, ફૂટપાથ, જાહેર જગ્યામાં બિન-પરવાનગીએ વાહનોનું પાર્કિંગ કરવું અને કરાવવું નહીં. બિલ્ડિંગની સામે રસ્તા ઉપર વાહનચાલકો બિન-અધિકૃત પાર્કિંગ કરે નહી તે માટે જરૂરી વ્યવસ્થા કાયમી ધોરણે કરવાની રહેશે. બિલ્ડિંગની ફ્રન્ટ માર્જિનની જગ્યામાં માલ-સામાન મુકી માર્જિનમાં દબાણ કરવું અને કરાવવું નહી. ઘણા લોકો પોતાની દુકાનની સામેની જગ્યા નાના ખાણીપીણીના સ્ટોલ માટે ભાડે આપી દે છે આવી દુકાનો સામે જો કોઈ સ્ટોલ હશે તો તાત્કાલિક ધોરણે તેની દૂર કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

રોડ ઉપર કરાતા પાર્કિંગ અને દબાણને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તો કોઈપણ વ્યક્તિ રોડ ઉપર વાહન પાર્ક કરી અને ગયું હશે તો તેમનું વાહન લોક કરી દેવામાં આવશે. તાત્કાલિક ધોરણે આ અમલ શરૂ થઈ ગયો છે. કોઈપણ બિલ્ડિંગ બહાર ગેરકાયદેસર રીતે પાર્કિંગ અથવા તો પાર્કિંગની જગ્યામાં દબાણ કરાયેલું હશે તો તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં જુના નાના મોટા કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યાએ દુકાનો અને ભોંયરામાં કોમર્શિયલ પ્રવુતિઓને કારણે પાર્કિંગની જગ્યાઓ બંધ થઇ ગઈ છે, જેને કારણે કોમ્પ્લેક્સના રહીશો, વેપારીઓ અને કોમ્પ્લેક્સમાં આવતા વિઝિટર્સ કોમ્પ્લેક્સની આસપાસ રોડ પર જાહેરમાં પાર્ક કરતા હોય છે આ કોમ્પ્લેક્સ શહેરમાં મોટી સંખ્યામાં હોવાનું જણાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૌ પ્રથમ આ પ્રકારના કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા આપવી જોઈએ એવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...