Friday, September 18, 2026

RERAનો વિવાદાસ્પદ નિર્ણય : બિલ્ડરને પ્રોજેક્ટ પર લીધેલી લોનની વિગતો જાહેર કરવામાંથી મુક્તિ

spot_img
Share

અમદાવાદ : રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ એક વિવાદસ્પદ નિર્ણય લીધો હતો. જે મુજબ બિલ્ડરને પ્રોજેક્ટ પર લીધેલી લોનની વિગતો જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતાના નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતી પ્રદર્શિત કરવા અંગેના તેના તાજેતરના નિર્દેશમાં સુધારો કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) દ્વારા નવા જાહેર કરાયેલા ઓર્ડર 112-A હેઠળ, ડેવલપર્સ માટે હવે ફરજિયાત ઓન-સાઇટ ઇન્ફોર્મેશન બોર્ડ પર પ્રોજેક્ટ લોનની ચોક્કસ રકમ મુખ્ય રીતે દર્શાવવી જરૂરી રહેશે નહીં. આથી, સંભવિત ખરીદદારો હવે પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ જાણી શકશે નહીં.

આ પહેલા 1 ડિસેમ્બર 2025ના રોજ અમલી થયેલી નિયમ મુજબ, બિલ્ડરોએ તમામ વિગતો ફરજિયાત દર્શાવવાની હતી. તેનો હેતુ ઘર ખરીદનારાઓને સશક્ત બનાવવાનો હતો. જે મુજબ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો ધરાવતા મોટા વોટરપ્રૂફ બોર્ડ લગાવવા જરૂરી હતા. આ બોર્ડ પર માત્ર RERA રજીસ્ટ્રેશન નંબર અને મંજૂર કરાયેલા પ્લાન જ નહીં, પરંતુ લોનની વિગતો અને RERA કલેક્શન બેંક એકાઉન્ટ નંબર સહિતની પ્રોજેક્ટની ચોક્કસ નાણાકીય સ્થિતિ દર્શાવવાનું નક્કી કરાયું હતું. ઓથોરિટીએ અગાઉ નોંધ્યું હતું કે જ્યારે ખરીદદારોને આ ઝીણવટભરી વિગતો ફક્ત સત્તાવાર RERA પોર્ટલ પર શોધવી પડતી હતી, ત્યારે તેઓ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હતા.

20 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલા સુધારા બાદ, સાઇટ પરના ફરજિયાત બોર્ડના નમૂનામાંથી પ્રોજેક્ટ લોનની રકમની યાદી આપવાની જરૂરિયાત સ્પષ્ટપણે દૂર કરવામાં આવી છે. બિલ્ડરોએ હજુ પણ પ્રોજેક્ટ લોન દ્વારા નાણાકીય સહાય મેળવેલ છે કે કેમ અને ધિરાણ આપનાર સંસ્થાનું નામ જેવી વિગત ફરજિયાત દર્શાવવી પડશે, પરંતુ પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ નહીં લખવામાં આવે.

આ ફેરફારનો અર્થ એ છે કે જે સંભવિત ગ્રાહકો સંપૂર્ણ નાણાકીય જોખમ અથવા ડેવલપરના દેવાના પ્રમાણનું મૂલ્યાંકન કરવા માંગતા હોય, તેમણે હવે ચકાસણીની જૂની પદ્ધતિઓ પર પાછા ફરવું પડશે. લોનની ચોક્કસ રકમ જાણવા માટે, ખરીદદારોએ ગુજરાત RERA ની વેબસાઇટ અથવા તેની કચેરીની મુલાકાત લેવી પડશે, અથવા સાઇટ બોર્ડ પર ફરજિયાત રહેલા સ્કેનેબલ QR કોડનો ઉપયોગ કરવો પડશે.

રિયલ એસ્ટેટના નિષ્ણાતો સૂચવે છે કે, QR કોડ અને પ્રાથમિક ખુલાસાઓ દ્વારા સાઇટ-લેવલની પારદર્શિતા સુધારવાનો પ્રાથમિક ધ્યેય અકબંધ છે, પરંતુ આ વિશિષ્ટ સુધારો ઘર ખરીદનારાઓને અગાઉ આપવામાં આવેલા ‘એક નજરે જોઈ શકાય તેવી વિગતો’ (at-a-glance due diligence) ને મર્યાદિત કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...