Friday, September 18, 2026

અમદાવાદમાં…હિપ્સ ડોન્ટ લાઈ, વાકા વાકા ફેમ શકીરા પરફોર્મ કરી શકે છે, મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે મેગા કોન્સર્ટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે બાદ વધુ એક મેગા કોન્સર્ટનું સાક્ષી બની શકે છે. આ શહેરમાં ટૂંક સમયમાં પોપ આઈકોન શકીરાના ઠુમકા જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શકીરાની ટીમે વર્ષ 2026માં શહેરમાં કોન્સર્ટ યોજવા રાજ્ય સરકારનો સંપર્ક કર્યો છે.ટૂંક સમયમાં અમદાવાદમાં ઓલિમ્પિક જેવી ભવ્ય ઈવેન્ટ્સ યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે હવે લેટિન પોપ ક્વીન શકીરા પણ અમદાવાદમાં તેના ઠુમકા લગાવતી જોવા મળી શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શકીરાના મેગા કોન્સર્ટને અમદાવાદ લાવવા માટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના બે હાઉસફૂલ શો બાદ શકીરાની ટીમ તેના કોન્સર્ટ માટે વેન્યુ તરીકે અમદાવાદની પસંદગી કરી શકે છે. કોલંબિયન સિંગર-ગીતકારે હજુ સુધી તેની ‘Las Mujeres Ya No Lloran World Tour’ અથવા અન્ય કોઈ પ્રવાસના ભાગરૂપે ભારતમાં કોન્સર્ટની તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ અહેવાલો અનુસાર, તેની ટીમે અમદાવાદમાં કોલ્ડપ્લે જેવો જ ભવ્ય કોન્સર્ટ આયોજિત કરવામાં રસ દાખવ્યો છે.

હું છું નવું ગુજરાત” – જ્યાં મોટા-મોટા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ હવે અમદાવાદમાં પર્ફોર્મ કરવા માટે આવવાનું પસંદ કરી રહ્યા છે. 2026માં લેટિન પોપ આઇકોન શકીરાની ટીમે શહેરમાં કોન્સર્ટ યોજવા માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો છે, અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આ માટે યોગ્ય સ્થાન માનવામાં આવી રહ્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના સફળ શો પછી હવે શકીરાની ટીમ પણ અમદાવાદના આધુનિક સ્ટેડિયમ, સુવિધાઓ અને શહેરના વ્યવસ્થિત માહોલથી પ્રભાવિત થઈ ગઈ છે. જયારે સત્તાવાર તારીખ હજુ જાહેર નથી, તેમ છતાં શહેર પ્રથમ પસંદગી બની શકે તેવી શક્યતા છે. આ સ્ટેડિયમ અને શહેરની તૈયારી દર્શાવે છે કે અમદાવાદ હવે આંતરરાષ્ટ્રીય મ્યુઝિક શોમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

“Hips Don’t Lie”, “Whenever, Wherever”, અને “Waka Waka” જેવા ગ્લોબલ હિટ ગીતો માટે જાણીતી 47 વર્ષીય શકીરા ભારતમાં વિશાળ ચાહકવર્ગ ધરાવે છે. તેણે 4 ગ્રેમી એવોર્ડ્સ અને 15 લેટિન ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે અને વિશ્વભરમાં હિસ્પેનોફોન (સ્પેનિશ ભાષી) સંગીતને લોકપ્રિય બનાવવાનો શ્રેય તેને જાય છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...