Friday, July 24, 2026

અમદાવાદ પોલીસે કર્યો મોતની ચાઈનીઝ દોરીનો સૌથી મોટો પર્દાફાશ, છેક ફેકટરી સુધી કેવી રીતે પહોંચી, જાણો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય SOGને, ઉતરાયણ પર્વે નિર્દોષ વાહનચાલકોના ગળા રહેંસી નાખતી ચાઈનીઝ દોરીના મૂળ સુધી પહોચવામાં સફળતા મળી છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાઈનીઝ દોરી ગુજરાતના વિવિધ શહેર અને ખાસ કરીને અમદાવાદ સુધી કેવી રીતે, કોણ લાવે છે તે દીશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેના ભાગરૂપે ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેકટરીનો અતોપતો મળ્યો હતો. જેના ઉપર દરોડા પાડીને કરોડો રૂપિયાની ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 42,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ 2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય SOGએ, સાણંદમાં ચીઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની ઊંડાણપૂર્વકની તપાસ કરતા, પગેરુ દાદરા નગર હવેલીમાં આવેલ વંદના પ્રાઈવેટ લિમિટેડ સુધી પહોચ્યું હતું. આ સ્થળે ગુજરાતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ બેધડક ઉત્પાદન કરવામાં આવતુ હતું. આથી અમદાવાદ ગ્રામ્ય SOGએ, દરોડા પાડીને રૂપિયા 2 કરોડ 24 લાખની કિંમતનો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અંગે, દાદરાનગર હવેલી, સાણંદ, આણંદ અને કોઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

દાદરાનગર હવેલીમાં આવેલ ફેક્ટરીના માલિક વિરેન પટેલ હોવાનું સામે આવ્યું છે. વિરેન પટેલ મૂળ વાપીનો છે. આથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય SOGની સતર્કતાથી ગુજરાતમાં ચાઈનીઝ દોરીના ઉત્પાદક એવા મુખ્ય સપ્લાયરથી લઈને છૂટક વેચાણ સુધીના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...