Friday, April 24, 2026

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શોની ટિકિટના ભાવમાં કરાયો વધારો, જાણો નવા દર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોની ટિકિટમાં આ વર્ષે પણ વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. શનિવાર અને રવિવારે ફ્લાવર શો નિહાળવા માગતા લોકોએ 100 રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC ની રિક્રિએશનલ કમિટીમાં એન્ટ્રી રેટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સોમથી શુક્રવાર માટે ગત વર્ષ કરતા 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. સોમથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે 80 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. તો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે 100 રૂપિયા પ્રવેશ ફી નક્કી કરાઈ છે.

AMC સિવાયની શાળાના બાળકો માટે સોમથી શુક્ર સવારે 9-00 થી 1-00 દરમ્યાન 10 રૂપિયા પ્રવેશ ફી નક્કી કરાઈ છે. પ્રાઈમ ટાઈમ સ્લોટ માટે સવારે 8-00 થી 9-00 અને રાતે 10-00 થી 11-00 દરમ્યાન 500 રૂપિયા પ્રવેશ ફી કરવામાં આવી છે. તો 12 વર્ષ અને તેથી નીચેની ઉંમરના બાળકો માટે ફ્રી પ્રવેશ રાખવામાં આવ્યો છે. તેમજ તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિકોને વિનામૂલ્યે પ્રવેશ મળશે.

જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં ફલાવર શો 2026 શરૂ થશે. AMCના રિક્રિએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું કે, AMC દ્વારા આયોજિત આગામી ફલાવર શોને લઈને અંતિમ આપવામાં આવી રહ્યો છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્લાવર શોની શરૂઆત થશે. રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઈવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિશાળ એરિયામાં આયોજન કરાયું છે.

ફ્લાવર શોને લઇ AMC દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઈવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિસ્તારમાં આયોજન કરાયું છે. 8 કરોડ જેટલી રકમ ફક્ત જુદા જુદા સ્કલ્પ્ચર માટે ખર્ચાશે. ભારત એક ગાથા થીમ પર ફલાવર શો 2026 નું આયોજન કરાયું છે. જેમાં પૌરાણિકતાથી આધુનિકતા સુધીના સમયને ફૂલોના વિવિધ સ્કલ્પ્ચર થકી પ્રદર્શિત કરાશે.

જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, 500 થી વધુ પ્રજાતિના 7 લાખ કરતા પણ વધુ છોડ રોપા ફ્લાવર શો માટે લાવવામાં આવ્યા છે. જેમાં દેશી વિદેશી, સીઝનલ અને બારમાસી રંગબેરંગી ફૂલો લાખો લોકોને આકર્ષશે. જેની સામે ફૂડ સ્ટોલ, ફ્લાવર સ્ટોલ અને અન્ય સ્ટોલની હરાજી થકી 2-3 કરોડની આવક થવાનો અંદાજ છે. આ વર્ષે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાના પ્રયાસ કરાશે. આ વર્ષે સરદાર પટેલની ફૂલોથી બનેલી સૌથી ઊંચી પ્રતિમા ઉભું કરવાનું આયોજન છે.

મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. આ વર્ષના ફલાવર શો 2026 માં ખર્ચ 17 થી 18 કરોડ આસપાસ પહોંચશે. જેમાં સ્કલ્પ્ચર, આઇકૉનિક સ્કલ્પ્ચર, ફ્લાવરિંગ, ફ્લાવર વોલ, મંડપ સહિતની તમામ કામગીરી માટે તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...