Friday, September 18, 2026

AMCની ર્પાકિંગ પોલીસી, અમદાવાદમાં પશ્ચિમના અનેક જુના વિસ્તારોમાં અમલ મુશ્કેલ : વેપારીઓ નારાજ..!!

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન -એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે. જેમાં હાલમાં દબાણ અને ર્પાકિંગ મુદ્દે AMC દ્વારા સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચાલી રહી છે. CG રોડ, આશ્રમ રોડ, SG હાઇવે, 132 ફૂટ અને 100 ફૂટ રિંગ રોડ જેવા શહેરના મુખ્ય માર્ગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

જાે કે શહેરના પશ્ચિમના અનેક વિસ્તારોમાં AMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે જે પોલીસી લાવવામાં આવી છે એનો અમલ મુશ્કેલ હોવાનું જાણકારો માની રહ્યા છે. એક વેપારીના જણાવ્યા મુજબ, પશ્ચિમના અનેક વિસ્તારો જેમ કે નારણપુરા, નવા વાડજ, જુના વાડજ, નિર્ણયનગર અને ચાંદલોડીયા સહિતના અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં જુની નાની મોટી સોસાયટીઓ, હાઉસિંગ સોસાયટીઓ, રોડ પર દુકાનો, કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલા છે.

જાે રહેણાંક સોસાયટીઓની વાત કરવામાં આવે તો ઉપરોક્ત તમામ વિસ્તારોમાં મોટેભાગે જુની સોસાયટીઓ આવેલ છે, ગેરકાયદે બાંધકામ મોટી પ્રમાણમાં કરવામાં આવેલ છે, સોસાયટીઓ હોય કે એપાર્ટમેન્ટ હોય પાર્કિંગની જગ્યાનો અભાવ જાેવા મળી રહ્યો છે.જેને લોકો રોડ પર વાહન પાર્ક કરી રહ્યા છે. જેથી હાલમાં પણ પાર્કિંગની સમસ્યા નડી રહી છે, જૂની સોસાયટીઓમાં વાહનોની વધતી સંખ્યા સામે પાર્કિંગની જગ્યા અપર્યાપ્ત છે, જેના કારણે ઝઘડા અને અકસ્માતો પણ વધ્યા છે.પાર્કિંગને લઈને અવારનવાર નાના મોટા ઘર્ષણો અને ઝઘડાઓ પણ થતા રહે છે.

સાથે સાથે કોમર્શિયલ દુકાનો અને કોમ્પલેક્ષોની વાત કરીએ તો મોટાભાગના કોમ્પલેક્ષો, દુકાનોમાં પાર્કિંગ આવેલ નથી, પાર્કિંગની જગ્યાએ દુકાનો તાણી બંધાઈ છે, ભોયરામાં કોમર્શિયલ પ્રવૃતિઓ ચાલી રહી છે. ઓછામાં પુરુ માર્જીનની જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામનો રાફડો છે, ત્યારે કોમર્શિયલ દુકાનો અને કોમ્પલેક્ષોમાં વેપારીઓ અને મુલાકાતીઓ દ્વારા બહાર રોડ પર, ફુટપાથ પર વાહનો પાર્ક કરી રહ્યા છે.

ઉપરોક્ત તમામ સમસ્યાઓ ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના જૂના વિસ્તારોમાં વધુ જાેવા મળે છે.આગામી સમયમાં સ્થાનિકોની માંગ અને પડકારોની વાત કરીએ તો સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનું માનવું છે કે AMC એ પહેલાં આવા જૂના કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જગ્યા પુન:સ્થાપિત કરાવવી જાેઈએ અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જાેઈએ.

જ્યાં પાર્કિંગની જગ્યા જ નથી, ત્યાં બહાર પાર્ક કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તેથી કડક કાર્યવાહી અન્યાયી છે.અનેક સોસાયટીઓએ AMC ને વધારાના પાર્કિંગ પ્લોટ અથવા શેર્ડ પાર્કિંગ માટે અરજી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...