Thursday, June 25, 2026

AMCની કડક કાર્યવાહી, જાહેર રસ્તા અને ફૂટપાથ પર વાહન પાર્કિંગથી વધતી ટ્રાફિક સમસ્યા અંગે બે દિવસમાં 384 નોટિસ અપાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જાહેર રસ્તા, ટી.પી. રોડ તથા ફૂટપાથ પર ગેરકાયદે વાહન પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત માત્ર બે દિવસમાં અંદાજિત 384 નોટિસો આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, શહેરના અનેક રહેણાંક તથા વાણિજ્યિક બિલ્ડીંગોમાં પ્લોટની અંદર જરૂરી પાર્કિંગ વ્યવસ્થા ન રાખી, જાહેર ટી.પી. રોડ, ફૂટપાથ તથા અન્ય જાહેર જગ્યાઓ પર પરવાનગી વગર વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ગંભીર અડચણો ઊભી થઈ રહી છે. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સંબંધિત તમામ માલિકો, હાઉસિંગ એસોસિએશન, ચેરમેન, સેક્રેટરી, બિલ્ડીંગ માલિકો, કબ્જેદારો તથા વપરાશકર્તાઓને નીતિ-નિયમો અનુસાર ફરજિયાત રીતે પોતાના વાહનોનું પાર્કિંગ પ્લોટ અથવા પ્રિમાઇસીસની અંદર જ કરવા સૂચના આપવામાં આવી છે અને જ્યાં ઇમ્પ્લીમેન્શન નથી થઈ રહ્યું ત્યાં નોટિસ પણ આપવામાં આવી છે.

AMC દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દરેક બિલ્ડીંગમાં પાર્કિંગ માટે યોગ્ય સાઇનેજ અને વ્યવસ્થા ઊભી કરવી તેમજ બિલ્ડીંગની બહાર આવેલા મ્યુનિસિપલ રસ્તા, ફૂટપાથ અથવા જાહેર જગ્યાઓમાં પાર્કિંગ ન થાય તે માટે કાયમી નિયંત્રણ વ્યવસ્થા અમલમાં મૂકવી ફરજિયાત રહેશે.આ સાથે, બિલ્ડીંગની ફ્રન્ટ માર્જિન વિસ્તારમાં માલ-સામાન મૂકી દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવા તેમજ પાર્કિંગમાં અવરોધરૂપ બને તેવા ઓટલા, લેન્ડસ્કેપિંગ તથા અન્ય અડચણો તાત્કાલિક દૂર કરી ખુલ્લી જગ્યાનો ઉપયોગ પાર્કિંગ હેતુસર કરવા પણ સૂચના આપવામાં આવી છે.

આ બાબતે નોંધનીય છે કે અગાઉ પણ AMC દ્વારા આ મુદ્દે નોટિસો આપવામાં આવી ચૂકી છે અને નાગરિકોને પાર્કિંગ વ્યવસ્થાને લઈને સતત જાગૃત કરવામાં આવ્યા છે. ખાસ કરીને ફૂટપાથ પર વાહન પાર્કિંગ ન કરવું, જાહેર માર્ગોને અવરોધરૂપ ન બનાવવું અને પોતાના વાહનો પોતાની પ્રિમાઇસીસની અંદર જ પાર્ક કરવા અંગે નાગરિકોને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે.

AMC દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું છે કે જો ઉપરોક્ત સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે તો માનનીય ગુજરાત હાઇકોર્ટના આદેશો તથા માર્ગદર્શિકાઓ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકો પોતે જ ટ્રાફિક વ્યવસ્થાપન અંગે જાગૃત બની નિયમોનું પાલન કરશે તો અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા નોંધપાત્ર રીતે હળવી બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...