Sunday, January 25, 2026

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું, 31stને લઈને આ રોડ રસ્તાઓ બંધ, જાણો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 31 ડિસેમ્બરે લઈને ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કારણ કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાત્રિના સમયે નવા વર્ષની ઉજવણી કરવા મોટી જનમેદની ઉમટી પડતી હોય છે, જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સી.જી.રોડ બંધ રહેશે
અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, સી.જી.રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી 31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી લગાવવામાં આવી છે.

સી.જી.રોડને લઈને વૈકલ્પિક અવરજવર માટેનો રૂટ
સમથેશ્વર મહાદેવથી બોડી લાઇન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડી લઈને ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેવ તરફ બંને બાજુનો રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકાશે. પરંતુ સીજી રોડ ઉપર વાહનહંકારી શકાશે નહીં. મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડ થી સ્વસ્તિક ચાર રસ્તા થઈ કોમર્સ છ રસ્તા થઈ સી.જી.રોડ જઈ શકાશે.

સિંધુ ભવન રસ્તો બંધ રહેશે
ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધીનો બંને તરફનો માર્ગ પર 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી વાહનોની અવર-જવર માટે પ્રવેશબંધી લગાવવામાં આવી છે.

સિંધુ ભવનને લઈને વૈકલ્પિક અવરજવર માટેનો રૂટ
ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો ચાર રસ્તા થઈ કાલી બારી મંદિર રોડ થઈ ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાય લાઈન તરફ જઈ શકાશે.
ઝાઝરમાન ચાર રસ્તાથી બાગમાં ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મધ્ય ભાગ થઈ શીલજ સર્કલ તરફ જઈ શકાશે.

આ ઉપરાંત જાહેરનામા મુજબ, શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ભારે તથા મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પેસેન્જર વાહન સિવાયના તમામ પ્રકારના વાહનો એસ.જી હાઈવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે પર 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી અવરજવર કરી શકશે નહીં. વાહનચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રિંગરોડનો ઉપયોગ કરવો પડશે.

પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના એસ.જી. રોડ અમે તેના સર્વિસ રોડ પર 31 ડિસેમ્બરના સાંજે 7 વાગ્યાથી 1 જાન્યુઆરી મોડીરાતના 3 વાગ્યા સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઈ ઇસ્કોન ચાર રસ્તા સુધી રોડ પર ખાનગી લક્ઝરીના પાર્કિંગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. જોકે ફરજમાં રોકાયેલા તમામ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...