Friday, April 24, 2026

અમદાવાદના આ પૂર્વ ધારાસભ્યે પોલીસ કમિશનરને કરી રજૂઆત, રિવરફ્રન્ટની ગુજરી બજાર બની બકરામંડી?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પૂર્વના રિવરફ્રન્ટ ભરાતી રવિવારી બજાર એટલે કે ગુજરી બજાર 600 વર્ષથી પણ વધુ જૂની પરંપરા ધરાવે છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બાદ તેને વ્યવસ્થિત પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યા હતા. ‘અહેમદશાહ ગુજરી એસોસિએશન’ (AGA) દ્વારા સંચાલિત આ બજાર માટેના ચોક્કસ 19 નિયમો છે, જેમાં પશુ-પક્ષીઓના વેચાણ પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પરંતુ હવે આ બજારમાં બકરા અને ઘેટાના વેચાણ શરૂ થતાં અસંતોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના જમાલપુર-ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, અગાઉ આ ગુજરી બજારમાં ક્યારેય પશુઓનું વેચાણ થતું નહોતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં બકરા અને ઘેટા વેચાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે બજાર ધીમે ધીમે બકરામંડીનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

છેલ્લા કેટલાક રવિવારથી ગુજરી બજારના પ્રવેશદ્વાર અને તેની આસપાસના રસ્તાઓ પર મોટા પાયે બકરા અને ઘેટાના વેચાણ માટે વેપારીઓ ઉમટી રહ્યા છે.બજારના નિયત પ્લેટફોર્મ સિવાય રિવરફ્રન્ટના રસ્તાઓ પર પશુઓ લાવવામાં આવતા હોવાથી ટ્રાફિક અને અવરજવરની સમસ્યા વધી છે.રિવરફ્રન્ટ એ શહેરનું આકર્ષણ છે, પરંતુ પશુઓના કારણે ત્યાં ફેલાતી ગંદકી અને દુર્ગંધથી પર્યટકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રિવરફ્રન્ટ પર ફરવા આવતા લોકોનું માનવું છે કે બકરામંડીના કારણે આ સ્થળનું સૌંદર્ય અને શિસ્ત જોખમાઈ રહી છે. ગુજરી બજારમાં એન્ટિક ચીજવસ્તુઓ, કપડાં અને ઘરવખરીના વેચાણની પરંપરા છે, પશુ બજારની અહીં કોઈ કાયદેસરની જોગવાઈ નથી.અચાનક ઉમટી પડતા પશુઓ અને ભીડના કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

ભૂષણ ભટ્ટે વધુમાં જણાવ્યું છે કે આ બાબત અંગે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓને પણ અગાઉ જાણ કરવામાં આવી હતી. છતાં હાલ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં હવે સીધા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

પૂર્વ ધારાસભ્ય દ્વારા રજૂઆત સાથે સ્થળના ફોટા અને વીડિયો પુરાવા રૂપે મોકલવામાં આવ્યા છે અને આ મુદ્દે વ્યક્તિગત રસ લઈને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. રિવરફ્રન્ટ જેવા જાહેર અને પર્યટન સ્થળ પર આવા પ્રકારના વેપારથી કાયદો-વ્યવસ્થા, સ્વચ્છતા અને ટ્રાફિક સમસ્યાઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે આ મુદ્દે પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર શું પગલાં લે છે તેના પર શહેરવાસીઓની નજર ટકી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...