Saturday, September 19, 2026

નવા વર્ષે વાહનચાલકો માટે ખુશખબર : આજથી CNGના ભાવમાં ઘટાડો થયો, જાણો નવા ભાવ

spot_img
Share

અમદાવાદ : નવા વર્ષની શરુઆત થતાં જ રિક્ષા ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે. અદાણી દ્વારા વર્ષ 2025 CNG માં ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો. જેના બાદ વર્ષની શરૂઆતમાં જ CNG ના ભાવમાં ઘટાડો થતા CNG વાહનચાલકોને મોટી રાહત થશે. ખાસ કરીને રીક્ષાચાલકો પર ભારણ ઘટશે. વર્ષ 2026 ની શરૂઆતમાં જ CNG ગેસના ભાવમાં 1.21 રૂપિયાનો ઘટાડો થયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અદાણી દ્વારા CNG ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.21નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલોગ્રામ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ મળેલી આ રાહતથી વાહનચાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.વર્ષ 2026ની શરૂઆત સીએનજી (CNG) વાહનચાલકો માટે ખુશખબર લઈને આવી છે. લાંબા સમયથી ભાવવધારાનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગ અને વાહન ચાલકોને મોટી રાહત આપતા અદાણી ગેસ દ્વારા CNG ના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2025 વાહનચાલકો માટે આર્થિક રીતે બોજારૂપ રહ્યું હતું. વર્ષ 2025 દરમિયાન અદાણી દ્વારા કુલ ચાર વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2025: રૂ.1.50નો મોટો વધારો કરવામાં આવ્યા હતો. ત્યારબાદ બે મહિના બાદ માર્ચ 2025: 50 પૈસાનો વધારો અને એપ્રિલ 2025: 40 પૈસાનો વધારો કરવામાં આવતાં વર્ષ 2025 દરમિયાન અંદાજે રૂ. 3.40 જેટલો ભાવ વધારો થયો હતો.

સતત વધતા જતા મોંઘવારીના દર વચ્ચે CNG ના ભાવમાં થયેલો આ ઘટાડો ખાસ કરીને ટેક્સી ચાલકો, રિક્ષા ચાલકો અને રોજબરોજ અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે રાહતરૂપ સાબિત થશે. 2026ની શરૂઆતમાં જ મળેલી આ ભેટને કારણે અન્ય ખર્ચાઓમાં પણ થોડો ફાયદો થવાની આશા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...