Thursday, January 15, 2026

AMC ની મોટી કાર્યવાહી, બાકી મિલકત વેરો વસૂલવા 600થી વધુ મિલકતો સીલ કરી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં મિલકત વેરો બાકી રાખનારા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન કુલ 590 યુનિટોને સીલ કરવામાં આવ્યાં છે. આ સાથે સાથે આશરે 1.79 કરોડ રૂપિયાની બાકી મિલકત વેરાની રકમ પણ વસૂલ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી હેઠળ કુલ 600થી વધુ યુનિટો પર તાળાં મારી દેવામાં આવ્યાં છે. એએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે મિલકત વેરો ના ભરનારા લોકોમાં ફફડાય વ્યાપ્યો છે.

લાંબા સમયથી બાકી મિલકત વેરો રાખતા ઘણા મિલકત ધારકોને AMC દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપવા છતાં પણ ટેક્સ ભરવામાં ના આવ્યો હોવાના કારણે તંત્ર દ્વારા સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, વારંવારની નોટિસ અને સમયમર્યાદા બાદ પણ ટેક્સ ન ચૂકવનારાઓને હવે કોઇ છૂટ આપવામાં નથી આવતી.

મળતી વિગતો પ્રમાણે આશરે 4.10 લાખ કરદાતાઓને WhatsApp રીમાઇન્ડર મોકલ્યા, જેમાં તેમને તેમના બાકી રહેલા મિલકત વેરા ચૂકવવા વિનંતી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના નિર્દેશો પ્રમાણે જે એકમો દ્વારા ટેક્સ ચૂકવવામાં નથી આવ્યો તે એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

​સારી વાત એ છે કે, વ્યાજ માફી યોજનાને પ્રોત્સાહન આપવા માટે, AMC એ અમરાઈવાડી, નિકોલ, ભાઈપુરા-હાટકેશ્વર, વસ્ત્રાલ, ઓઢવ, ગોમતીપુર-વિરાટનગર અને રામોલ-હાથીજણ એમ આઠ ચૂંટણી વોર્ડમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશના ભાગ રૂપે રિક્ષા-આધારિત આઉટરીચ દ્વારા લગભગ 35,000 પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

AMCના તમામ સાત ઝોનમાંથી કર વસૂલવામાં આવ્યો તેની વાત કરવામાં આવે તો, મધ્ય ઝોનમાં 2380 કરદાતાઓએ 3.60 કરોડ રૂપિયા, ઉત્તર ઝોનમાં 3243 કરદાતાઓએ 1.76 કરોડ રૂપિયા, દક્ષિણ ઝોનમાં 4550 કરદાતાઓએ 2.40 કરોડ રૂપિયા, પૂર્વ ઝોનમાં 4803 કરદાતાઓએ 2.90 કરોડ રૂપિયા, પશ્ચિમ ઝોનમાં 1988 કરદાતાઓએ 2.84 કરોડ રૂપિયા, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 4856 કરદાતાઓએ 5.89 કરોડ રૂપિયા અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 3067 કરદાતાઓએ 4.63 કરોડ રૂપિયાનો મિલકત વેરો ભર્યો છે. જેના કારણે એએમસીની તિજોરીમાં મોટી આવક નોંધાઈ છે.

પૂર્વઝોન ટેક્સ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં રહેણાંક કે બિન-રહેણાંક જે પણ મિલકતોના વધુમાં વધુ ટેક્સ બાકી હશે તેવી સોસાયટીઓના નળ-ગટર કનેક્શન કાપવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. ટેક્સ ન ભરનારા લોકો સામે સિલીંગ ઉપરાંત નળ-ગટરના કનેક્શન કાપવા તેમજ સરકારશ્રીના ચોપડે બોજા નોંધ, જપ્તી, હરાજી તેમજ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...