Thursday, April 23, 2026

અમદાવાદમાં વેજના બદલે નોનવેજ પીરસવાના કેસમાં રેસ્ટોરન્ટને 25 હજાર વળતર ચૂકવવાનો આદેશ

spot_img
Share

અમદાવાદ : શહેરના શેલામાં આવેલ ક્લબ O7માં આવેલી ક્યુબ લોન્જની ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઘટનામાં બ્રાહ્મણ ધર્મના અનુયાયી પરિવારે વેજ ઓર્ડર કર્યો હતો જેના બદલે લોન્જ દ્વારા નોનવેજ પીરસીને બ્રાહ્મણ પરિવારની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હતી. ક્યુબ લોન્જની ભૂલને કારણે ગ્રાહક પરિવારે કાયદેસર પગલાં લીધા હતા. ખોટી ડિશ સર્વ કરવા અંગે કમિશને ક્યુબ લોન્જને ગ્રાહકને કુલ રૂ.25 હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના શેલા વિસ્તારમાં રહેતા ગૌરાંગ રાવલ અને તેમનો પરિવાર 7 માર્ચ 2024ના રોજ બપોરે 1.45 વાગ્યે ક્લબ O7ની ક્યુબ લોન્જમાં લંચ માટે ગયા હતા. તેમણે વેજ મખ્ખનવાલા, બટર રોટી, દાલ ફ્રાય, પાપડ અને છાશનો ઓર્ડર આપ્યો. ફૂડ સર્વ થયા બાદ વેજ મખ્ખનવાલાની ડિશ શંકાસ્પદ લાગતાં, વેઈટર અને પછી શેફને બોલાવવામાં આવ્યા. શેફે વેજ હોવાની ખાતરી આપી, પરંતુ જ્યારે ટેસ્ટ કર્યો તો તે મુર્ગ મખ્ખનવાલા (ચિકન) નીકળી.

આ ઘટનાની જાણ થતાં જ મેનેજરને બોલાવવામાં આવ્યા, જેમણે સ્વીકાર્યું કે ફૂડ નોનવેજ છે. આ શુદ્ધ બ્રાહ્મણ પરિવાર માટે આઘાતજનક બનાવ બન્યો. ગૌરાંગ રાવલની બહેન રડવા લાગી અને મેનેજરે લેખિતમાં માફી માંગી. લૉન્જ મેનેજમેન્ટે લંચ ફ્રીમાં આપવા કહ્યું, પરંતુ તેમણે અસ્વીકાર કર્યો અને રેસ્ટોરન્ટ છોડ્યું. ઘરે પરત ફર્યા બાદ ગૌરાંગની બહેનને ઉલ્ટી થઈ અને તબિયત બગડી.

આ ઘટનાના પગલે ગૌરાંગ રાવલે ક્યુબ લોન્જને લીગલ નોટિસ પાઠવી. કોઈ જવાબ ન મળતાં અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રૂ.30 લાખનો દાવો દાખલ કર્યો. જેમાં 10 લાખ રૂપિયા માનસિક પીડાના, 10 લાખ રૂપિયા પારિવારિક સંબંધ બગાડવાના અને 10 લાખ રૂપિયા મૂળભૂત હક્કોના ભંગ બદલ વળતર સ્વરૂપે માંગવામાં આવ્યા છે. તો 50 હજાર રૂપિયા કમિશનમાં કેસ દાખલ કરવાના કાનૂની ખર્ચના માંગવામાં આવ્યો હતો.

સામે પક્ષે રેસ્ટોરન્ટ તરફે રજૂઆત થઈ હતી કે વેઇટર દ્વારા ઓર્ડર લેવામાં ભૂલ થવી તે એક માનવીય ભૂલ છે. જાણી જોઈને તેમનો ઈરાદો કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો કે ગ્રાહક કમિશનને આ દલીલ નકારી નાખી નોંધ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને ફક્ત માફી માંગી લેવાથી કામ પતી જતું નથી. આથી ગ્રાહકને 20 હજાર રૂપિયા વળતર અને 05 હજાર રૂપિયા કેસનો ખર્ચ ચૂકવવામાં આવે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...