Thursday, July 23, 2026

અમદાવાદ પોલીસની મોટી સફળતા, 21 ગુનામાં સંડોવાયેલો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઝડપાયો

spot_img
Share

અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે હાથ ધરેલા અભિયાનમાં એક મોટી સફળતા સાંપડી છે. અમદાવાદનો મોસ્ટ વોન્ટેડ છેલ્લા ઘણાં સમયથી પોલીસથી ભાગતો ફરતો આરોપી અઝહરની ધરપકડ કરવામાં આવી છે. વેજલપુર પોલીસ અને ઝોન-7 પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને જુહાપુરા-વેજલપુર વિસ્તારમાંથી રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વેજલપુર પોલીસ અને ઝોન-7 પોલીસની ટીમે ધરપકડ કરાયેલા આરોપી અઝહરનો ગુનાહિત ભૂતકાળ અત્યંત ભયાનક છે. તેની સામે હત્યાનો પ્રયાસ, ખંડણી અને મારમારી જેવા કુલ 21 જેટલા ગંભીર ગુનાઓ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. ખાસ કરીને તે ગુજસીટોક (GujCTOC) જેવા કડક કાયદા હેઠળ પોલીસ ચોપડે વોન્ટેડ હતો. ધરપકડ દરમિયાન પોલીસને તેની પાસેથી રોકડ રકમ, એક વાહન અને શંકાસ્પદ વિદેશી ચલણી નોટો પણ મળી આવી છે, જે દિશામાં હવે વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

અઝહરની ગુનાખોરીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, અગાઉ તેને કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા. જોકે, સુધરવાના બદલે તેણે જેલની બહાર આવી ફરીથી ગુનાખોરીની દુનિયામાં પગ પેસારો કર્યો હતો. જામીનની શરતોનો ભંગ કરીને નવા ગુના આચરવા બદલ કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. ત્યારથી તે ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો અને પોલીસ તેના દરેક સંભવિત ઠેકાણાઓ પર નજર રાખી રહી હતી.

આરોપી અઝહર માત્ર ગુનેગાર જ નહીં પણ સ્થાનિક વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની ગયો હતો. તે પોતાની ધાક જમાવીને લોકો પાસેથી બળજબરીથી ખંડણી ઉઘરાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લોકો તેના ડરથી ફરિયાદ કરતા પણ ગભરાતા હતા. હાલમાં વેજલપુર પોલીસે આરોપીનો કબજો મેળવીને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે અને વિદેશી ચલણ ક્યાંથી આવ્યું તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...