Thursday, July 23, 2026

અમદાવાદ ‘ઓલિમ્પિક રેડી’: નારણપુરા બાદ આ વિસ્તારોનો થશે કાયાકલ્પ, AUDAનું 2565 કરોડનું મેગા બજેટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ હવે વૈશ્વિક ફલક પર ચમકવા માટે તૈયાર થઈ રહ્યું છે. વર્ષ 2036માં ઓલિમ્પિક યજમાનીના લક્ષ્ય સાથે, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા ચાલુ વર્ષે પાયાની સુવિધાઓમાં ધરખમ વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઔડા દ્વારા ગત વર્ષના રૂ. 2231 કરોડના બજેટમાં 10 થી 15 ટકાનો વધારો કરી, આ વર્ષે રૂ.2565 કરોડનું બજેટ રજૂ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) 2026-27ના વર્ષ માટે 10થી 15 ટકાના વધારે સાથે રૂ.2565 કરોડનું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ગોધાવી, મનીપુર, સાણંદ સહિતના વિસ્તારોમાં પાયાની સુવિધા વધારવા પર ફોક્સ કરાશે. ગત વર્ષે 2231 કરોડ હતું.ઓલિમ્પિક વિલેજ અને અન્ય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નજીક હોવાને કારણે ગોધાવી અને મણીપુર જેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં રોડ-રસ્તા, પાણીની લાઈનો અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવામાં આવશે.

ઔડા (AUDA) દ્વારા આ વર્ષે રજૂ કરવામાં આવેલું રૂ.2565 કરોડનું બજેટ મુખ્યત્વે અમદાવાદના પશ્ચિમ વિસ્તારો અને ઓલિમ્પિકની તૈયારીઓ પર કેન્દ્રિત છે, જેમાં ગત વર્ષના રૂ.2231 કરોડના બજેટની સરખામણીએ 10% થી 15% નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવા વિકસતા વિસ્તારોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ ઉપર વધારે ફોક્સ કરવામા આવશે. જેમાં ગોધાવી, મણિપુર, સનાથલ, સાણંદ, દસક્રોઇ સહિતના વિસ્તારમાં લોકો માટે પાયાની સુવિધાઓમાં વધારો કરવામા આવશે.

શહેરની સાથે-સાથે આસપાસના સેટેલાઇટ સેન્ટરોનું પણ સરખી રીતે વિકાસ કરીને રહેણાક,ઔઘોગિક અને એગ્રીક્લ્ચર ઝોન આધારિત સુવિધા ઉભી કરાશે. ઓલિમ્પિક વિલેજને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે વિકાસ કરી શકાય તે અંગે તૈયારી કરાઈ રહી છે.નવા વિસ્તારોના સુવ્યવસ્થિત વિકાસ માટે ઔડા દ્વારા ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ પર ફોકસ વધારવામાં આવ્યું છે.

આ બજેટમાં શહેરની સ્વચ્છતા અને પર્યાવરણને પ્રાધાન્ય આપતા, ડ્રેનેજ નેટવર્ક અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માટે રૂ.200 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.આ આયોજન સૂચવે છે કે અમદાવાદ માત્ર રમતગમત જ નહીં, પણ રહેવા લાયક સુવિધાઓમાં પણ વિશ્વના શ્રેષ્ઠ શહેરોની હરોળમાં આવવા મક્કમ છે. નવા ડેવલપમેન્ટ પ્લાનથી રિયલ એસ્ટેટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ મોટી તેજી આવવાની શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...