Wednesday, February 18, 2026

વાડજ પોલીસની સતર્કતાને કારણે નિર્દોષની જિંદગી બરબાદ થતા બચી, NDPSના ખોટા કેસમાં ફસાવવાના ષડયંત્રમાં બેની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વાડજ પોલીસે એક નિર્દોષ નાગરિકને NDPSના ખોટા કેસમાં ફસાવવાના ઇરાદાને નિષ્ફળ બનાવ્યો છે. સંબંધી સાથેની જૂની અદાવતનું વેર વાળવા માટે કારમાં નશીલા પાવડરના પડીકાં મૂકી પોલીસને જાણ કરનાર બે શખસોની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, આ ઘટનાની શરૂઆત 4 એપ્રિલ, 2025ના રોજ થઈ હતી. પ્રદ્યુમન લુહાર નામના શખસે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને એવી માહિતી આપી હતી કે એક ઇકો કારમાં શંકાસ્પદ પાવડરના પડીકાં પડ્યા છે. કંટ્રોલ રૂમના મેસેજને આધારે વાડજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે ત્યાં પહોંચીને તપાસ કરતા ગાડીમાંથી કોઈ વસ્તુ ન મળી, જે બાદ પોલીસને બાતમી આપનાર પ્રદ્યુમન લુહાર પોતે ગાડી પાસે ગયો અને ગાડીમાં સંતાડેલ ડ્રગ્સની પડીકા કાઢીને પોલીસને આપ્યા હતા.

જે પડીકામાં ‘અલ્પ્રાઝોલમ’ (નશીલો પાવડર)ના 10 પડીકાં મળી આવ્યા હતા. બાતમી આપનાર પ્રદ્યુમન લુહાર પર પોલીસને પહેલાથી શંકા જણાતા પોલીસે તે સમયે ગાડી માલિક ગોપાલ લુહાર સામે માત્ર જાણવાજોગ દાખલ કરી હતી. જે બાદમાં તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે, પોલીસે દરોડા પાડ્યા તેની ગાડીમાં સંજય લુહાર અને અન્ય એક વ્યક્તિ બેઠો હતો, જેથી સંજયને બોલાવી પૂછપરછ કરતા આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો.

વાડજ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, આ પાવડર અકસ્માતે મળ્યો નહોતો, પરંતુ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કારમાં મૂકવામાં આવ્યો હતો. પ્રદ્યુમન લુહારે તેના પરિચિત સંજય ઉર્ફે ડીડીઓ લુહારની મદદથી ગોપાલભાઈને જેલ ભેગા કરવા અને તેમની પ્રતિષ્ઠા ખરડવા માટે આ ખતરનાક ખેલ ખેલ્યો હતો.

પોલીસ તપાસ મુજબ, પ્રદ્યુમન અને તેના સંબંધી ગોપાલભાઈ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર વિવાદ ચાલતો હતો. આ આર્થિક ઝઘડાએ વેરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રદ્યુમને ગોપાલભાઈને ગંભીર કાયદાકીય મુસીબતમાં ફસાવવા માટે પોતાના એક મિત્રની મદદથી આ કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ્યું છે.

આમ વાડજ પોલીસની સતર્કતાને કારણે NDPS એક્ટનો દુરુપયોગ થતો અટક્યો છે અને એક નિર્દોષ નાગરિક ખોટા કેસમાં ફસાતા બચી ગયો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ નશીલો પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો અને અગાઉ પણ કોઈને આ રીતે ફસાવ્યા છે કે કેમ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...