અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. અમદાવાદ સહિતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે આ જીતની ઉજવણી અમદાવાદમાં ખાનપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, શહેરના ખાનપુર ખાતે આવેલ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેરના સંસદસભ્યો અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

AMCમાંથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડીને જીતેલા તમામ ઉમેદવારોએ કેસરી સાફો પહેર્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 192માંથી 160 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.ભાજપ દ્વારા જીતની ઉજવણીમાં વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


