Thursday, September 17, 2026

વાડજ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો : રિક્ષામાં મુસાફરોને ટાર્ગેટ કરતી ચોરી ગેંગ ઝડપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રીક્ષામાં બેસતા પેસેન્જરોની નજર ચૂકવી ચોરી થવાના બનાવો વધી રહ્યા હતા.ત્યારે રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમની નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરતી ગેંગને લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ઝોન-1 દ્વારા ઝડપવામાં સફળતા મળી છે.પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી સોનાનું મંગળસૂત્ર અને ઓટો રીક્ષા સહિત કુલ રૂ. 1,30,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

રિપોર્ટ મુજબ, લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ઝોન-1 ટીમને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ રિક્ષામાં મુસાફર તરીકે બેસીને અન્ય મુસાફરોની નજર ચૂકવી તેમની કિંમતી વસ્તુઓ ચોરી લેતા હતા.પકડાયેલા આરોપીઓમાં પ્રતાપભાઈ સોલંકી (ઉંમર 20), રતીબેન ચુડાસમા (ઉંમર 60) અને ભાનુબેન ઉર્ફે કાંતાબેન ચુડાસમા (ઉંમર 50)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ હાલ વાસણા, અમદાવાદ ખાતે રહે છે અને મૂળ રાજુલા, જી. અમરેલીના વતની છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં સોનાનું મંગળસૂત્ર (રૂ.1 લાખ) અને એક ઓટો રિક્ષા (રૂ. 30 હજાર)નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પ્રતાપભાઈ અને રતીબેન અગાઉ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા છે.આરોપીઓ અગાઉ પણ સમાન પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ સફળ કામગીરીમાં LCB ઝોન-1ના પોલીસ અધિકારીઓ અને સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...