Wednesday, May 6, 2026

સોલા વિસ્તારમાં ઈકો કારના સાયલેન્સર ચોરનાર ગેંગ ઝડપાઈ, 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના સોલા વિસ્તારમાં ઈકો કારના સાયલેન્સરની ચોરીના બનાવોમાં સંડોવાયેલા આરોપીઓને સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે રૂ.1,54,000/- નો મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી ચાર અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

રિપોર્ટ મુજબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. દેસાઈ અને સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમજ CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આલ્ફા શોપિંગ સેન્ટર નજીક જાહેર રોડ પરથી બે આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરી કરેલા 4 સાયલેન્સર કબ્જે કરવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં અસલમ ઉર્ફે ભયલ (ઉંમર 30, ધંધો-ડ્રાઈવિંગ) અને મહમંદ જુનેદ શેખ (ઉંમર 29, ધંધો-ગેરેજ કામ)નો સમાવેશ થાય છે. બંને ધોળકા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹1.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં 4 સાયલેન્સર અને એક સ્વિફ્ટ કારનો સમાવેશ થાય છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાત્રિના સમયે પાર્ક કરેલી ઈકો કારમાંથી સાયલેન્સર ચોરી કરતા અને તેમાં રહેલા કિંમતી મેટલ (કેટેલિટિક કન્વર્ટર)ને ઊંચા ભાવે વેચતા હતા. તેઓ ચોરી કર્યા બાદ અન્ય સાયલેન્સર લગાવી જતા હોવાથી માલિકોને તરત જાણ થતી નહોતી.આ કામગીરીમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...