Thursday, September 17, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ભર ઉનાળે ભુવો પડયો : આખા બાઇક સાથે ચાલક ખાબકયો, AMCની લાપરવાહી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે વટવા વિસ્તારના બીબી તળાવ રોડ પર ગત 5મી મેની રાત્રે એકાએક રસ્તો બેસી જતાં સર્જાયેલા વિશાળ ભુવામાં એક નિર્દોષ બાઈક સવાર યુવક ખાબક્યો હતો. તંત્રની આ લાલિયાવાડીને કારણે મોડી રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તંત્રની બેદરકારીએ અનેક સવાલો ઉભા કર્યા છે.

મળતી માહિતી મુજબ, શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ રોડ પર રાતના સમયે મોટો ભૂવો પડતા એક બાઈકચાલક ભૂવામાં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ દોરડાની મદદથી પેલા ઊંડા ખાડામાં ફસાયેલા બાઈકચાલકને બહાર કાઢ્યો હતો.

ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ તંત્રની બેદરકારીએ અનેક સવાલો ઉભા કર્યા છે.આ અણધારી દુર્ઘટના જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોએ તુરંત સાવચેતી વાપરી ભુવાની આસપાસ બેરિકેડ્સ ગોઠવી દીધા જેથી અન્ય કોઈ વાહન તેમાં ન ખાબકે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સ્થાનિક નાગરિકોએ ગત 27મી એપ્રિલના રોજ જ લેખિતમાં ડેપ્યુટી સિટી એન્જિનિયરને રજૂઆત કરી હતી કે, આ માર્ગ પર ભુવો પડવાની પૂરી શક્યતા છે. તેમ છતાં, દક્ષિણ ઝોનના એન્જિનિયર વિભાગે આ રજૂઆતને કચરાપેટીમાં નાખી દીધી અને કોઈ જ તપાસ કે સમારકામ કર્યું નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...