Thursday, September 17, 2026

અમદાવાદના આ વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ, નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના અસારવા અને ચમનપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા માંસ અને મટનના વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એરપોર્ટથી નજીકનો વિસ્તાર આવેલો છે ત્યારે કોઈપણ પ્લેન ઉડતી વખતે બર્ડ હિટ થવાની સંભાવના રહેલી છે જેના પગલે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર વેપારીઓ સામે હવે પોલીસ ફરિયાદ સુધીના કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના અસારવા વિસ્તારમાં આવેલા હોળી ચકલા અને ચમનપુરા જેવા ગીચ વિસ્તારોમાં માંસ, માછલી, ચિકન અને મટન જેવી નોનવેજ વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વિસ્તારો સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની અત્યંત નજીક આવેલા છે, જેના કારણે અહીં ખુલ્લામાં વેચાતા માંસને કારણે આકાશમાં પક્ષીઓનો જમાવડો વધતો જતો હતો. આ પક્ષીઓના કારણે ‘બર્ડ હિટ’ની ઘટનાઓ બનવાનું જોખમ વધી જાય છે, જે વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે. પ્લેનની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન થાય તે માટે તંત્ર દ્વારા આ વિસ્તારોમાં નોનવેજ વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી અસારવાના ચમનપુરા અને હોળી ચકલા વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધના જાહેર નોટિસના બેનર લગાવી દીધા છે. બેનરમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર જનતાને જણાવવાનું કે હોળી ચકલા-સમનપુરા વિસ્તારમાં ફીશ-ચીકન તથા મીટ નું વેચાણ થતું હોવાથી સમડી, ગીધ જેવા પક્ષીઓ વિપુલ પ્રમાણમાં ત્યાં ઉડે છે, જેના લીધે પ્લેન સાથે બર્ડ હિટીંગ થવાની શક્યતાં વધી જાય છે.

આ જગ્યા પ્લેનના ટેક ઓફ વે તથા લેન્ડીંગ વે હોવાથી ધ ભારતીય વાયુયાન વિધેયક-2024ની કલમ 25 (2) તથા ધ એસ્ક્રાફટ રુલ્સ-1937 ના રૂલ્સ 91 મુજબ એરોડ્રામ સંદર્ભ બિંદુથી 10 કિ.મી.ત્રિજયામાં અહીં કોઈ હોનારત ના થાય તે માટે આ જગ્યાં હોળી ચકલા-ચમનપુરા વિસ્તારમાં ફિશ તથા મીટનું વેચાણ કરતાં વેન્ડર્સ તથા દુકાનદારોને અહીં વેચાણ કરવા દેવા પર સ્પષ્ટ-પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. જો તેમ કરવામાં કસૂર થશે, તો આપના વિરુધ્ધ ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-125(બી) હેઠળ 3 વર્ષ સુધીની સખત કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ થશે.

અસારવા વિસ્તારમાં હોળી ચકલા અને ચમનપુરા જે ચામુંડા બ્રિજનો વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં બકરા બજાર અને ફિશ માર્કેટ ભરાય છે જેના કારણે થઈને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પક્ષી – સમડીઓ ઉડતી હોય છે. ઘણી વખત વાહનચાલકોને પણ હેરાનગતિ થતી હોય છે એટલી મોટી પ્રમાણમાં પક્ષીઓ ઉડતા હોય છે ત્યારે હવે આ વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...