Thursday, September 17, 2026

ક્રાઇમ બ્રાન્ચની સફળતા : વાડજ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલ પોક્સોનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક પ્રશંસનીય કામગીરી કરતા, વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી નાસી છૂટેલા પોક્સો (POCSO) ના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે તેને ફરીથી વાડજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કોના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હતો.પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા બદલ તેની વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૬૨ મુજબ અલગથી ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરી હતી, જેના પરિણામ સ્વરૂપ આરોપી અશોક ડાભાણીને ચંદ્રનગર બ્રીજ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી, વધુ કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે તેને ફરીથી વાડજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. કસ્ટડીમાંથી ફરાર થયેલા આરોપીને ટૂંક સમયમાં પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચે પોતાની સતર્કતાનો પુરાવો આપ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...