Thursday, September 17, 2026

સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક પર આવેલા બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી થયા ફરાર

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ધોળે દિવસે લૂંટ અને ચેન સ્નેચિંગની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. સાબરમતી વિસ્તારમાં આઠમી મેના રોજ સવારે દૂધ લેવા નીકળેલા એક યુવકને નિશાન બનાવી બાઈક સવાર બે અજાણ્યા શખસો 60,000 રૂપિયાની કિંમતની સોનાની ચેન અને હીરાનું પેન્ડલ આંચકીને નાસી છૂટ્યા હતા.ભોગ બનનાર યુવકે આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, સાબરમતીના રામનગર વિસ્તારમાં રહેતા અને બોપલ રોડ પર કાપડના શો-રૂમમાં નોકરી કરતા મોક્ષાર્થ પ્રવિણચંદ્ર વોરા ગત સવારે આશરે સવા નવ વાગ્યાની આસપાસ મોક્ષાર્થભાઈ સ્મૃતિ મંદિર પાછળ આવેલા પાર્લરથી દૂધ લઈને પરત ફરી રહ્યા હતા. સ્મૃતિ મંદિરના પાછળના ગેટ પાસે પાછળથી કાળા કલરની બાઈક પર બે ગઠિયાઓ આવ્યા હતા. તેમણે તક જોઈને યુવકના ગળામાંથી 5.070 ગ્રામની સોનાની ચેન અને હીરાનું પેન્ડલ ઝૂંટવી લીધું હતું.અચાનક થયેલા હુમલાથી ગભરાયેલા યુવકે બૂમાબૂમ કરી હતી, પરંતુ આરોપીઓ ગણતરીની સેકન્ડોમાં પલાયન થઈ ગયા હતા.

આ ઘટના બાદ મોક્ષાર્થભાઈએ પોતાના પિતરાઈ ભાઈ સાથે સાબરમતી પોલીસ મથકે પહોંચી અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાબરમતી પોલીસે લૂંટનો ગુનો નોંધી, વિસ્તારના વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કરીને પલ્સર સવાર ગઠિયાઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...