Tuesday, May 12, 2026

રથયાત્રાને લઈ AMCની તૈયારીઓ પૂરજોશમાં, ભયજનક અને જર્જરિત મકાનો અંગે કડક કાર્યવાહી, માલિકોને નોટિસ ફટકારાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ ભયજનક તથા જર્જરિત મકાનોને લઈને જરૂરી ચેતવણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સરકારી, અર્ધસરકારી, ખાનગી, વ્યક્તિગત તેમજ ધાર્મિક ટ્રસ્ટોના મકાનોની નિયમિત ચકાસણી દરમિયાન વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી ભયજનક હાલતમાં આવેલા મકાનો અંગે નાગરિકોની સલામતી માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે.

મકાનના ભયજનક અથવા જર્જરિત ભાગો તાત્કાલિક ધોરણે ઉતારી લેવા, જરૂરી રિપેરિંગ કરવા તેમજ કોઈ અકસ્માત સર્જાય નહીં તે માટે મકાન માલિકો, કબ્જેદારો અને સંબંધિત વ્યક્તિઓને ચેતવણી આપવામાં આવી છે. જો કોઈ મકાનનો ભયજનક ભાગ પડી જવાથી જાનમાલને નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મકાન માલિક, કબ્જેદાર અથવા જવાબદાર વ્યક્તિની રહેશે તે બાબત પણ AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે.

મધ્ય ઝોન વિસ્તારમાં વર્ષ 2026 દરમિયાન કુલ 274 ભયજનક મકાનો અંગે સર્વે હાથ ધરાયો હતો. આ ભયજનક હાલતમાં આવેલા મકાનોના જોખમી ભાગો ઉતારવા તથા મકાન રિપેર કરવા માટે પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-264 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. જેમાં ખાડિયા વોર્ડના ભયજનક મકાનોના માલિકો, કબ્જેદારો અને જવાબદાર વ્યક્તિઓને નોટિસ પાઠવવામાં આવી છે.

તેમજ વર્ષ 2023 થી વર્ષ 2025 સુધી કુલ 1251 તથા વર્ષ 2026માં 274 આમ કુલ 1525 જેટલા મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-264 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. આવા ભયજનક મકાનોના માલિકોને મકાનના જોખમી ભાગોને ઉતારવા, રિપેરિંગ કરવા અને નોટિસ મુજબ કાર્યવાહી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે ભયજનક જાહેર કરાયેલા મકાનોમાં પ્રવેશ ન કરે, ત્યાં રહેવાનું ટાળે તેમજ આવા મકાનોનો કોઈપણ પ્રકારનો ઉપયોગ ન કરે. ઉપરાંત આસપાસ રહેતા નાગરિકોએ પણ પૂરતી તકેદારી રાખી પોતાની સલામતી જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...