Wednesday, June 3, 2026

અમદાવાદમાં LCB ઝોન-1 ની મોટી સફળતા: 10 ગુનાહિત ઇતિહાસ ધરાવતો રિઢો ગુનેગાર ચોરીની બાઇક સાથે ઝડપાયો

spot_img
Share

અમદાવાદ શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને ગુનેગારોને ઝડપી પાડવા માટે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ઝોન-1ને મહત્વની સફળતા મળી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે એક રિઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, ઝોન-1ના ડેપ્યુટી પોલીસ કમિશનર ડૉ. હર્ષદકુમાર પટેલના નિર્દેશનમાં એલસીબી ઝોન-1ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વસ્ત્રાપુર વિસ્તારમાંથી રાજુ ઉર્ફે અબ્બો નાથુભાઈ કલાસવા (ઉંમર 27)ને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલી મોટરસાયકલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં અંદાજે રૂ. 25 હજાર કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ઘરફોડ ચોરી અને વાહન ચોરી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેની સામે અમદાવાદ સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને ઘરફોડના કુલ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ્પેક્ટર જી.કે. ચાવડા તથા એલસીબી ઝોન-1ના સ્ટાફના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપી પાસેથી વધુ પૂછપરછ હાથ ધરી અન્ય ગુનાઓ અંગે તપાસ શરૂ કરી છે.

રિઢા આરોપીનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ
1. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન: ઇપીકો કલમ 380, 454, 457 (ઘરફોડ ચોરી)
2. બાયડ પોલીસ સ્ટેશન (અરવલ્લી): ઇપીકો કલમ 380, 454, 457
3. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન: ઇપીકો કલમ 114, 380, 457
4. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન: ઇપીકો કલમ 379 (ચોરી)
5. નારણપુરા પોલીસ સ્ટેશન: ઇપીકો કલમ 380, 454, 457
6. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન: ઇપીકો કલમ 380, 454, 457
7. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન: ઇપીકો કલમ 379
8. પાલનપુર પોલીસ સ્ટેશન (બનાસકાંઠા): ઇપીકો કલમ 380, 457, 114
9. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન: ઇપીકો કલમ 380, 454, 457
10. આનંદનગર પોલીસ સ્ટેશન: ઇપીકો કલમ 114, 380, 457

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...