Sunday, June 7, 2026

અમદાવાદ પોલીસને હત્યાની તપાસમાં બળેલો કાગળ મળ્યો ને ઝડપાયું નકલી ચલણી નોટોનું મોટું કૌભાંડ!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઝોન-8 લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને વટવા પોલીસે નકલી ચલણી નોટોનું એક મોટું કૌભાંડ અને દેશના અર્થતંત્રને ખોખલા કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસની ટીમે 28 લાખ 94 હજારની નકલી ચલણી નોટો ઝડપી લીધી છે અને 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.આ આરોપીઓએ કુલ કેટલી બનાવટી ચલણી નોટો છાપી અને બજારમાં ક્યાં ફરતી કરી તેની તપાસ પોલીસે હાથ ધરી છે. પોલીસે હત્યાના ગુનાની તપાસમાં ઘટના સ્થળેથી મળેલા બળેલા કાગળ પરથી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

રિપોર્ટ મુજબ, ઝોન-8 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને વટવા પોલીસે તાજેતરમાં વટવા વિસ્તારમાં આવેલા ‘સતેજ હોમ્સ’ ખાતે થયેલી ઇમરાન સિંઘાની હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ તેજ કરી હતી.ગત 27 મેના રોજ વટવા પોલીસને એક માહિતી મળી હતી કે, વટવાના એક ફ્લેટમાં એક વ્યક્તિની બોડી મળી છે અને ખૂબ બદબૂ આવી રહી છે. જેની તપાસ કરતા એ બોડી ઇમરાન સબ્બીર સિંધાની હતી જે વટવામાં રહે છે અને મૂળ માંગરોળ, સુરતનો વતની છે. જેના ઘરની તપાસ કરતા તેમની સાથે રહેનારા ચાર લોકોને ઉત્તર ભારતથી પકડી પાડ્યા હતા. આ હત્યાની તપાસ દરમિયાન જ વટવા પોલીસને ઘટના સ્થળે એક નાનકડો બળેલો કાગળ મળ્યો હતો. જેની તપાસ કરતા નકલી ચલણી નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું છે.

પોલીસને હત્યાના કેસની તપાસ દરમિયાન ઘટના સ્થળેથી મળેલા બળેલા કાગળની તપાસ કરતા ધ્યાન પર આવ્યું કે આ નકલી ચલણી નોટ હોઈ શકે છે. જેને ધ્યાને લઈને આ કેસમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી અને તેના આધારે વટવા પોલીસ અને ઝોન-8 ની ટીમો બનાવી તપાસ શરૂ કરી. પકડાયેલા લોકો પાસેથી જુદી જુદી વસ્તુ જપ્ત કરવામાં આવી. આ આરોપીઓ ત્યાં નકલી ચલણી નોટો પ્રિન્ટ કરી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું.

તપાસમાં સામે આવ્યું કે, પોલીસે ફ્લેટમાં જે વ્યક્તિની બોડી મળી હતી તે મૃતક ઇમરાન સિંધા વટવામાં કમલેશ પટેલના નામનું ફોટોશોપનું આધાર કાર્ડ બનાવી રહેતો હતો અને આ કૌભાંડનો મુખ્ય આરોપી હતો. નોટ બનાવવાની ટેકનિક, તેને પ્રિન્ટ કરવાની ટેકનિક અને વોટરમાર્કથી ગાંધીજીની પ્રિન્ટ પાછળની તરફ લાવવાની ટેકનિકમાં ઇમરાનની માસ્ટરી હતી. અગાઉ આ શખસ ગોધરા અને સુરતમાં પકડાઈ ચૂક્યો હતો અને ત્યારબાદ તેને અમદાવાદમાં આ ટેકનિક શરૂ કરી હતી.

વધુમાં આ કામ માટે ઇમરાને જે લોકોની જરૂર હતી તે પ્રમાણે અન્ય આરોપીઓને તેને સાથે લીધા હતા. જોકે નોટો પ્રિન્ટ કરવાની કામગીરી ઇમરાન કરતો જ્યારે બાકીની મજૂરીની કામગીરી અન્ય આરોપીઓ કરતા. આરોપીઓ જ્યારે અહીંથી ભાગી ગયા ત્યારે તેઓ સાથે નકલી ચલણી નોટો અને લેપટોપ, પ્રિન્ટર લઈને નીકળ્યા હતા જે પોલીસે જપ્ત કર્યા છે.

આ કૌભાંડમાં 30 લાખની નોટો છપાઈ હતી જેમાંથી 28 લાખ 94 હજારની નોટો જપ્ત કરી છે. એ પહેલાં પણ તેઓએ 30 લાખની નોટો છાપી હતી જે બનાસકાંઠાના મેરાજ રબારીને આપી હતી. એ આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત અગાઉ પણ તેઓએ કોઈ નોટો છાપી છે કે બજારમાં ફરતી કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...