અમદાવાદ : અમદાવાદમાં દિવસેને દિવસે છેડતીના બનાવો બની રહ્યા છે.આવો જ બનાવ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરિયાદ મુજબ વાડજ વિસ્તારમાં વહેલી સવારે બ્રશ કરવા માટે ઘરની બહાર ગયેલ મહિલાને જોઇને યુવકએ ગંદા ઇશારા બીબત્સ માંગણી કરી હતી. જો કે મહિલાએ આ બાબતે વિરોધ કરતા યુવકે ધમકી આપતા કહ્યું હતું કે, ‘હજી તો વધારે જોઇશ, તને અહીંયા રહેવા નહીં દઉ’ તેમ કરીને બીભત્સ ગાળો બોલી હતી. આથી આ મામલે મહિલાએ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલા વહેલી સવારે બ્રશ કરવા માટે તેના ઘરની બહાર ગઇ હતી. આ સમયે મહિલાના ઘરની સામે રહેતો એક યુવક તેના ધાબા પર ઉભો હતો. યુવક મહિલા સામે જોઇને ગંદા ઇશારા કરી ખરાબ માંગણીઓ કરવા લાગ્યો હતો. જો કે મહિલાએ તેને આવું કેમ કરે છે તેમ કહેતા જ તેણે કહ્યું હતું કે, ‘તું મારુ ખાઇને મોટી થયેલ છે’ આથી આ બાબતે બોલા ચાલી થતા જ મહિલાનો પતિ પણ જાગીને બહાર આવ્યો હતો.
મહિલાના પતિએ યુવકને આ બાબતે પૂછતાં આ યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને બીભત્સ ગાળો બોલીને હજી તો વધારે જોઇશ અને તમને અહીંયા રહેવા નહીં દઉ. તેમ કહેવા લાગ્યો હતો. આમ તે યુવક અવાર નવાર મહિલાની સામે ચડ્ડો પહેરીને ઉભો રહી, ગંદા ઇશારા કરીને ખરાબ માંગણીઓ કરી મહિલાની છેડતી કરતો હતો. અંતે મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી.