Friday, September 11, 2026

લો બોલો…મહિલા ક્રિકેટ પર પણ સટ્ટો, જાહેરમાં સટ્ટોડિયો બેટિંગ કરતો ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો.અમદાવાદ સાયબર ક્રાઈમને હાલમાં ચાલી રહેલી વુમન્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાવાની બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી.અમદાવાદ સાયબર ક્રાઈમે એક આરોપીને મોબાઈલ એપ્લિકેશન મારફતે સટ્ટો રમતા ઝડપી લીધો છે.

એક રિપોર્ટ મુજબ હાલમાં રમાઈ રહેલા ટી20 વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું શાનદાર પર પ્રદર્શન રહ્યું છે. મહિલા ક્રિકેટને ખૂબ સરાહના મળી રહી છે. ત્યારે આ વુમન ક્રિકેટના લાઈવ ટેલિકાસ્ટ પર સટોડીયાઓ રમી રહ્યા હતા. જે અંગેની બાતમી અમદાવાદ સાયબર ક્રાઇમને મળી હતી. અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં બાતમીના આધારે રાજસ્થાન હોસ્પિટલ પાસે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને સટ્ટો રમી રહેલા હિતેશ તહેલીયાણીની ધરપકડ કરી હતી.

પોલીસે તેની અટકાયત કરી ત્યારે તેના ફોનની અંદર સટ્ટો રમવા માટેની વિનસ એપ્લિકેશન ડાઉનલોડ હતી. તે પોતાના આઈડી દ્વારા સટ્ટો રમી રહ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચ પર આ સટોડિયા સટ્ટો રમી રહ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને એપ્લિકેશનના ઓપરેટરને શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...