33.9 C
Gujarat
Friday, October 25, 2024

ખોટા ડોક્યુમેન્ટ બનાવી PSI બનવા કરાઈ પહોંચેલી યુવતીની અટકાયત

Share

અમદાવાદ: ખોટા ડોક્યુમેન્ટનાં આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી યુવતીની અમદાવાદના વેજલપુરની ધારા જોશીની ગાંધીનગરની ડભોડા પોલીસે અટકાયત કરી હતી. મહત્વનું છે કે તાજેતરમાં લેવાયેલી PSIની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોની કરાઈ એકેટમી ખાતે ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી. જેથી PSI બનવા માંગતી અમદાવાદની ધારા જોશી IPS વિકાસ સહાયની ખોટી સહીઓ કરી હતી તેમજ ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા.

કરાઈ પોલીસ એકેડમીના અધિકારીઓને જાણ થતાં પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ ચેક કર્યું હતું. લિસ્ટમાં નામ ન હોવાથી અને હસ્ત લિખિત લેટરના કારણે શંકા ગઈ હતી. ડભોડા પોલીસે વેજલપુરની ધારા જોશી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહીના અંતે શુક્રવારે ધારા જોશીની અટકાયત કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles