અમદાવાદ : દેશભરમાં કોરોના પછી H3N2 વાયરસનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને આજે ગુજરાતમાં પણ આ વાયરસના કારણે પ્રથમ મૃત્યુ બાદ અમદાવાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયુ છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સિવિલ, SVP અને LG હોસ્પિટલમાં H3N2 ના ટેસ્ટ ફ્રી માં કરવામાં આવશે. H3N2 ના ટેસ્ટ માટે બી જે મેડિકલ કોલેજ અને સોલા સિવિલ ખાતે સુવિધા ઉભી કરાઈ છે.
આપને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ મહિનામાં સ્વાઈન ફ્લુના ત્રણ કેસ સામે આવ્યા છે. તો H3N2 ના 19 કેસ સામે આવ્યા છે. ચાલુ મહિનામાં H3N2 ના 104 ટેસ્ટ કરાયા, પરંતુ તેમાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. મહત્વનું છે કે વાયરસના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓના H3N2 ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.તો આ તરફ રાજ્યમાં H3N2 વાયરસથી પ્રથમ મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે.
વડોદરામાં 58 વર્ષીય મહિલાનું H3N2ના કારણે મૃત્યુ થયું હતું. મહિલા દર્દીને હાઈપર ટેન્શનનાની સમસ્યા પણ હતી અને છેલ્લાં ઘણા દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. H1N1થી મ્યુટેટ થયેલા H3N2 વાયરસથી દેશમાં આ ત્રીજુ મોત છે.